નવી દિલ્હીઃસુપ્રીમ કોર્ટમાં સરકારે જાહેર કરેલી મફત યોજનાઓ (govts free schemes) પર ગુરુવારે સુનાવણી હાથ ધરવામાં આવી (free schemes) હતી. ચૂંટણીમાં મફત સુવિધાઓનું વચન આપનાર રાજકીય પક્ષોની માન્યતા રદ કરવાની માંગ કરતી અશ્વિની ઉપાધ્યાયની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી (free schemes hearing) ટળી હતી. હવે આ મામલામાં આગામી સુનાવણી 17 ઓગસ્ટે થશે. કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું છે કે, ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો તમને પોતાનો મેનિફેસ્ટો આપે છે? આ સાથે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને પણ ફટકાર લગાવી હતી.
આ પણ વાંચો:ઇલોન મસ્કે વેચ્યા પોતાના 8 મિલિયન શેર, શું હશે કારણ
દેશની અર્થવ્યવસ્થાને નુકસાન: કોર્ટે કહ્યું કે, અમે એફિડેવિટ મેળવતા પહેલા અખબારોમાં પ્રકાશિત કરીએ છીએ. અમે આજે ન્યુઝ પેપરમાં એફિડેવિટ પણ વાંચી છે. ભાજપ નેતા અશ્વિની ઉપાધ્યાયે રાજકીય પક્ષો દ્વારા મફત યોજનાઓની જાહેરાત સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, તેનાથી દેશની અર્થવ્યવસ્થાને નુકસાન થાય છે. જ્યારે કોર્ટે ચૂંટણી પંચને ( Election Commission) આ વિશે પૂછ્યું તો પંચે કહ્યું કે, મફત યોજનાઓ વિશે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી. આ સાથે ચૂંટણી પંચે કોર્ટને કહ્યું કે આ અંગે એક સમિતિની રચના કરવી જોઈએ, પરંતુ અમને તે સમિતિથી દૂર રાખવામાં આવે કારણ કે અમે બંધારણીય સંસ્થા છીએ.
આ પણ વાંચો:પોલીસની દીકરીએ કેજરીવાલને પત્ર લખી ઠાલવી વ્યથા, મહિલાઓને આપી આ ગેરેન્ટી