નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ન્યાયયાધીશ એમ.વી. મુરલીધરનની મણિપુર હાઈ કોર્ટમાંથી કલકત્તા હાઈ કોર્ટમાં ટ્રાન્સફર કરવાની પોતાની 9 ઓક્ટોબરની ભલામણનું પુનરાવર્તન કર્યુ છે. જો કે ન્યાયાધીશ મુરલીધરને મદ્રાસ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર માટે અનુરોધ કર્યો હતો. તેમજ જો મદ્રાસ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર ન થઈ શકે તો તેમને મણિપુર હાઈ કોર્ટમાં જ યથાવત રાખવામાં આવે છે. કોલેજિયમે બુધવારે વેબસાઈટ પર અપલોડ કરેલા એક પ્રસ્તાવમાં જણાવ્યું છે કે, અમે ન્યાયાધીશ એમ. વી. મુરલીધરનના અનુરોધો પર વિચાર કર્યો હતો. જોકે ન્યાયાધીશ મુરલીધરન જણાવે છે કે કોલેજિયમને તેમને કરેલા અનુરોધો યોગ્ય લાગતા નથી. તેથી જ તે કલકત્તા હાઈ કોર્ટમાં ટ્રાન્સફરની ભલામણનું પુનરાવર્તન કરે છે.
Superem Court collegium: સુપ્રીમ કોર્ટે કોલેજિયમે મણિપુર હાઈ કોર્ટના ન્યાયાધીશની ટ્રાન્સફરની ભલામણનું પુનરાવર્તન કર્યુ - એટોર્ની જનરલ
સુપ્રીમ કોર્ટ કોલજિયમ દ્વારા મણિપુર હાઈ કોર્ટના ન્યાયાધીશ એમ.વી. મુરલીધરનની મણિપુરથી કલકત્તા હાઈ કોર્ટમાં ટ્રાન્સફરની ભલામણનું પુનરાવર્તન કર્યુ છે. જો કે ન્યાયાધીશ મુરલીધરને કોલેજિયમમાં મદ્રાસ હાઈ કોર્ટમાં ટ્રાન્સફર માંગી હતી.
Published : Oct 11, 2023, 7:49 PM IST
શું કહે છે સુપ્રીમ કોલેજિયમ?: સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળા કોલેજિયમ દ્વારા જણાવાયું છે કે, મણિપુર હાઈ કોર્ટના મામલાથી પરિચિત સુપ્રીમ કોર્ટે ન્યાયાધીશો સાથે એક ચર્ચા કરી છે. જેમાં કલક્તા હાઈ કોર્ટના ન્યાયાધીશનો પણ સમાવેશ થાય છે. ન્યાયાધીશ પી.વી. સંજયકુમારની ભારતના સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન થવાને લીધે ફેબ્રુઆરી 2023માં મુખ્ય ન્યાયાધીશના પદ પર મણિપુર હાઈ કોર્ટના ન્યાયાધીશ મુરલીધરન કાર્યવાહક ન્યાયાધીશ તરીકે ફરજ બજાવે છે.
કેન્દ્ર સરકારની મંજૂરીઃ તાજેતમાં એટોર્ની જનરલ આર. વેંકટમણીએ સુપ્રીમ કોર્ટ સમક્ષ મણિપુર હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણુક સંબંધી ફાઈલને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે અને સત્તાવાર જાહેરાત સત્વરે કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ વર્ષે જુલાઈમાં સુપ્રીમ કોર્ટ કોલેજિયમના ન્યાયાધીશ સિદ્ધાર્થ મૃદુલને મણિપુર હાઈ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણુક કરવાની ભલામણ કરી હતી.