- ગત વર્ષે ઉ. પ્રદેશના હાથરસ ખાતે બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના
- કેરળનો પત્રકાર રિપોર્ટિંગ કરવા માટે જઈ રહ્યો હતો ઘટના સ્થળે
- ઉત્તર પ્રદેશ પોલીસે રસ્તામાંથી જ કરી હતી ધરપકડ
નવી દિલ્હી: સુપ્રિમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને બુધવારે સૂચન આપ્યું હતું કે, ગત વર્ષે ધરપકડ કરવામાં આવેલા કેરળના પત્રકાર સિદ્દીક કપ્પનને વધુ સારી સારવાર મળી રહે તે માટે રાજ્ય બહાર મોકલવામાં આવે. ગત વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના હાથરસમાં એક દલિત યુવતી પર કથિત બળાત્કાર બાદ મોત નિપજ્યું હોવાની ઘટના બની હતી. જેનું રિપોર્ટિંગ કરવા માટે જઈ રહેલા સિદ્દીકની રસ્તામાંથી જ ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:PFIના 4 શંકાસ્પદ લોકોની ધરપકડ, છૂપાવેશે જઇ રહ્યા હતા હાથરસ
વધુ સુનવણી મુલતવી રખાઈ
ચીફ જસ્ટીસ એન. વી. રમણ, જસ્ટીસ સૂર્ય કાંત અને જસ્ટીસ એ. એસ. બોપન્નાની બેન્ચ દ્વારા સૉલિસીટર જનરલ તુષાર મહેતાને સિદ્દીક કપ્પનને રાજ્ય બહાર સારવાર માટે મોકલવાની સલાહ પર રાજ્ય સરકાર પાસેથી નિર્દેશ પ્રાપ્ત કરવા કહ્યું હતું. બેન્ચે વધુમાં કહ્યું હતું કે, કેરળના પત્રકાર યુનિયન(KUWJ) તેમજ કપ્પનના પત્ની તરફથી દાખલ કરાયેલી પિટિશન અંગે બપોરે 1 કલાકે સુનવણી હાથ ધરાશે.