ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Baba Ramdev એલોપથી અંગે આપેલા નિવેદનનો મૂળ રેકોર્ડ રજૂ કરે: SC - IMA

સુપ્રીમ કોર્ટે(Supreme Court) બુધવારે Baba Ramdevને COVID-19 રોગચાળા દરમિયાન એલોપથી દવાઓના ઉપયોગ અંગેના તેમના નિવેદનનો અસલ રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું. SC ચીફ જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ એ.એસ. બોપન્ના અને જસ્ટિસ હૃષિકેશ રોયની ખંડપીઠે બાબા તરફથી હાજર વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું હતું કે તેમણે ખરેખર શું કહ્યું હતું.

Baba Ramdev એલોપથી અંગે આપેલા નિવેદનનો મૂળ રેકોર્ડ રજૂ કરે: Supreme Court
Baba Ramdev એલોપથી અંગે આપેલા નિવેદનનો મૂળ રેકોર્ડ રજૂ કરે: Supreme Court

By

Published : Jun 30, 2021, 3:23 PM IST

Updated : Jun 30, 2021, 3:29 PM IST

  • Baba Ramdevની એલોપેથી અંગેની ટિપ્પણીનો મામલો
  • સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવના વકીલે કરી દલીલો
  • બાબાએ બધી ફરિયાદો દિલ્હી ટ્રાન્સફર કરવા વિનંતી કરી
  • બાબાને તેમના નિવેદનનો અસલ રેકોર્ડ પેશ કરવા જણાવાયુું

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે બાબા રામદેવને (Baba Ramdev) કોવિડ-19 મહામારી (Corona Pandemic) દરમિયાન એલોપથી દવાઓના ઉપયોગ અંગેના તેમના નિવેદનનો અસલ રેકોર્ડ રજૂ કરવા જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ એન.વી. રમણ, જસ્ટિસ એ.એસ.બોપન્ના અને જસ્ટિસ હૃષિકેશ રોયની ખંડપીઠે બાબા વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને પૂછ્યું કે તેમણે વાસ્તવમાં શું કહ્યું હતું. તમે બધું રજૂ કર્યું નથી. રોહતગીએ બેંચને કહ્યું હતું કે તે નિવેદનની અસલ ટ્રાન્સક્રિપ્ટની સાથે અસલ વીડિયો પણ રજૂ કરશેે. આ પછી ખંડપીઠે તે માન્ય રાખીને વધુ સુનાવણી 5 જૂલાઈ સુધી સ્થગિત કરી હતી.

બિહાર અને છત્તીસગઢમાં થયેલી અરજી પર સુનાવણી

કોવિડ -19 (Covid-19) રોગચાળા દરમિયાન એલોપેથી દવાના ઉપયોગ સામેની બાબા રામદેવની (Baba Ramdev) ટિપ્પણી માટે બિહાર અને છત્તીસગઢમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી અનેક એફઆઈઆર સંદર્ભે બાબા રામદેવની અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી. આ અરજીઓ પર રોક લગાવવાની વિનંતી કરવામાં આવી છે. IMAના પટણા અને રાયપુર એકમોએ યોગગુરુ રામદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં આક્ષેપ કર્યો છે કે કોવિડ-19 નિયંત્રણ પ્રક્રિયા અંગેની તેમની ટિપ્પણી લોકોને પક્ષપાત તરફ દોરી શકે છે અને રોગચાળાની વિરુદ્ધ યોગ્ય સારવાર મેળવવા માટે હતોત્સાહ કરી શકે છે.

આ પણ વાંચોઃ બાબા રામદેવ વિરુદ્ધ ડોકટર્સ એસોસિએશન દ્વારા અમદાવાદમાં FIR કરાઈ

બાબાના વકીલે બોલવાની સ્વતંત્રતાનો હવાલો આપ્યો

પોતાની અરજીમાં બાબા રામદેવે (Baba Ramdev) પટણા અને રાયપુરમાં નોંધાયેલ એફઆઈઆરને દિલ્હી સ્થાનાંતરિત કરવાની વિનંતી પણ કરી છે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી સુનાવણી દરમિયાન રોહતગીએ બેંચને કહ્યું કે રામદેવ એક જાણીતા વ્યક્તિ છે અને યોગ અને આયુર્વેદના સમર્થક છે. તેમણે કહ્યું કે એક ઇવેન્ટ દરમિયાન રામદેવે વોટ્સએપ પર મોકલવામાં આવેલો એક મેસેજ વાંચ્યો હતો. રોહતગીએ કહ્યું કે બાબા રામદેવે સ્પષ્ટતા કરી છે કે તેમના હૃદયમાં ડોકટરો અને અન્ય કોઈના માટે કંઈ નથી. તેમની સામે જુદી જુદી જગ્યાએ અનેક ફરિયાદો નોંધાઈ છે. આ ફરિયાદો દિલ્હી સ્થાનાંતરિત થવી જોઈએ. રોહતગીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે પતંજલિ 'કોરોનિલ' લાવ્યાં હતાં ત્યારથી એલોપથી ડોકટરો તેમની સામે થઈ ગયાં હતાં. રામદેવ તેમની વિરુદ્ધ નથી. તેમણે આટલી બધી જગ્યાએ કેમ જવું જોઈએ? દરેકને બોલવાની સ્વતંત્રતા હોય છે.

યોગગુરુ પર ભારતીય દંડ સંહિતા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 ની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

તપાસ પર કોર લગાવવા વિનંતી

નોંધનીય છે કે બાબા રામદેવના (Baba Ramdev) કથિત નિવેદનને કારણે દેશમાં એલોપથી વિરુદ્ધ આયુર્વેદની ચર્ચા શરૂ થઈ હતી. જો કે કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષવર્ધન દ્વારા આ ટિપ્પણીને અયોગ્ય ગણાવવામાં આવી હતી અને પત્ર લખ્યાં બાદ બાબા રામદેવે 23 મી મેના રોજ પોતાનું નિવેદન પાછું ખેંચી લીધું હતું. રામદેવે આ કેસમાં નોંધાયેલી તમામ એફઆઈઆરને મર્જ કરી દિલ્હી ખસેડવાની વિનંતી કરી છે. આ સાથે તેમણે અદાલતને વચગાળાની રાહત તરીકે આ ફરિયાદોની તપાસ પર રોક લગાવવા વિનંતી પણ કરી છે.

આ પણ વાંચોઃ સળગતી ચિતાઓ વચ્ચે નવો વિવાદ, બાબા રામદેવ પ્રમાણે એલોપેથી સીલી સાયન્સ

Last Updated : Jun 30, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details