નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચુડે શુક્રવારે મૂકબધિર વકિલો અને પ્રતિવાદીઓને ન્યાયિક કાર્યવાહી સમજવામાં મદદ મળે તે માટે એક સાંકેતિક ભાષા દુભાષિયાની નિમણૂંક કરી હોવાની જાહેરાત કરી છે. મુખ્ય ન્યાયધીશે કાર્યવાહીના પ્રારંભે કહ્યું કે, 'સુપ્રીમકોર્ટે આજે દુભાષિયાની નિમણૂક કરી છે.' એક વકીલે કહ્યું, 'આ એક ઐતિહાસિક ક્ષણ છે.' CJIએ કહ્યું કે તેઓ બંધારણીય બેંચની સુનાવણી માટે સાંકેતિક ભાષાના દુભાષિયાની નિમણૂક કરવા માંગે છે.
સાંકેતિક ભાષાના દુભાષિયાની નિમણૂંક: મુખ્ય ન્યાયધીશની અધ્યક્ષતા વાળી પીઠે 22 સપ્ટેમ્બરે દિવ્યાંગ વ્યક્તિઓ (PwD)ના અધિકારો સાથે સંબંધીત એક મામલામાં સાંકેતિક ભાષા દુભાષિયા સૌરવ રોય ચૌધરીના માધ્યમથી મુકબધિર વકીલ સારા સનીની સુનાવણી કરી હતી. વકીલો અને બાર સમૂહે આ અંગે ખુશી વ્યક્ત કરીને આ પગલાની પ્રશંસા કરી હતી. સુપ્રીમકોર્ટે એક મુકબધિર વકીલને સાંકેતિક ભાષા દુભાષિયાના માધ્યમથી એક મામલામાં દલિલ કરવાની મંજુરી આપી હતી.