નવી દિલ્હી : મદ્રાસ હાઈકોર્ટના આદેશને પડકારતી તમિલનાડુના પોલીસ મહાનિર્દેશકની અપીલને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે. મદ્રાસ હાઈકોર્ટે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાંથી દૂર કરવામાં આવેલા એક વ્યક્તિની અરજી સ્વીકારી હતી.
આ મામલે તમિલનાડુ પોલીસે દાવો કર્યો હતો કે, આ વ્યક્તિની એક ગુનાહિત કેસમાં સંડોવણી હતી અને તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો, આ વાત વેરિફિકેશન દરમિયાન વ્યક્તિએ છુપાવી હતી. આ સંદર્ભે જસ્ટિસ અભય એસ. ઓકા અને જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે જણાવ્યું હતું કે, જોકે અરજદાર નિમણૂક માટે લાયક હોઈ શકે છે. પરંતુ તેણે ફોજદારી કેસમાં તેની સંડોવણી સંબંધિત સંપૂર્ણ માહિતી જાહેર કરી નથી. તેને વેરિફિકેશન પહેલા નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તે જરૂરી માહિતી છુપાવવાના ગુનામાંથી બચી શકે નહીં.
અદાલતે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવાર પહેલી વારમાં જ તેની દોષિત, નિર્દોષ, ધરપકડ અથવા પેન્ડિંગ ફોજદારી કેસ વિશે સાચી માહિતી આપવા માટે બંધાયેલો છે. ઉપરાંત આવશ્યક માહિતીનો કોઈ અભાવ અથવા ખોટો ઉલ્લેખ ન હોવો જોઈએ. ભલે તેમના દ્વારા સાચી માહિતી આપવામાં આવી છે, પરંતુ અધિકાર મુજબ તે નિમણૂક માટે હકદાર રહેશે નહીં. પ્રતિવાદીએ સાચી માહિતી જાહેર કરી નથી અને તેને શંકાનો લાભ આપીને તેને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરવો યોગ્ય નથી. જે ફોજદારી કેસ તેમના દ્વારા છુપાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, 24 એપ્રિલ 2009 ના રોજ હાઈકોર્ટે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાંથી દૂર કરેલા રઘુનીસ નામક વ્યક્તિની અરજીને મંજૂરી આપી હતી. હાઈકોર્ટના આદેશને પડકારતા તમિલનાડુ પોલીસે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. ખંડપીઠે રઘુનીસની અરજીને ફગાવી દેતા આદેશને રદ કર્યો હતો. રઘુનિસે 9 નવેમ્બર, 2004 ના રોજ પોલીસના આદેશ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે નિમણૂક માટે હકદાર નથી કારણ કે તેણે વેરિફિકેશન ફોર્મની કોલમ નંબર 15 ભરતી વખતે ફોજદારી કેસમાં તેની સંડોવણી જાહેર કરી ન હતી. આમ તે મહત્વપૂર્ણ તથ્યો છુપાવાના મામલામાં દોષિત હતો.
લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ ગ્રેડ-2 કોન્સ્ટેબલની પોસ્ટ માટે રઘુનીસની પસંદગી કરવામાં આવી હતી. તેમની પસંદગી પર તેમના ભૂતકાળની તપાસ કરવામાં આવી અને તે સંદર્ભમાં તેમના ઇતિહાસ અને ચરિત્ર અંગે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે 20 ઓક્ટોબરે આપેલા નિર્ણયમાં કહ્યું હતું કે, પ્રતિવાદી એક ફોજદારી કેસમાં સામેલ હતો પરંતુ તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આમ એવું કહી શકાય નહીં કે પ્રતિવાદીનો કોઈ ફોજદારી કેસ સાથે કોઈ સંબંધ નથી. તેથી તેઓએ સાચી વાત જાહેર કરવી જોઈતી હતી કે તેઓ ફોજદારી કેસમાં સંડોવાયેલો હતા પરંતુ તે નિર્દોષ છૂટી ગયા હતા.
પ્રતિવાદીએ સંપૂર્ણ માહિતી આપવાને બદલે ફક્ત એવું કહ્યું કે તે કોઈ અપરાધમાં સામેલ નથી. વેરિફિકેશન ફોર્મની કોલમ 15 માં પૂછવામાં આવેલા પ્રશ્નનો આ જવાબ નિઃશંકપણે ખોટી માહિતી આપે છે. હાઈકોર્ટના આદેશને બાજુ પર રાખતા સુપ્રીમ અદાલતે જણાવ્યું હતું કે, પ્રતિવાદી પોલીસ વિભાગમાં ભરતી માટેનો ઉમેદવાર હતો તે ધ્યાનમાં રાખીને ફોજદારી કેસમાં તેની સંડોવણી વિશેની માહિતી જાહેર ન કરવી અને ત્યારબાદ તેને નિર્દોષ જાહેર કરવો તે એક ગંભીર બાબત બની જાય છે. તેના ચારિત્ર્ય અને ઇતિહાસ વિશેની શંકા તેને ભરતીથી દૂર કરવા માટે પૂરતી છે.
- Supreme Court Directed a NRI: સુપ્રીમ કોર્ટે 1.25 કરોડના ભરણ પોષણ આપવાનો એનઆરઆઈને હુકમ કર્યો
- SC on Articles 20 and 22: સુપ્રીમ કોર્ટે કલમ 20 અને 22ને અધિકારાતીત જાહેર કરવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સવાલ ઉઠાવ્યા