નવી દિલ્હીઃ મંગળવારે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને દિલ્હી જવાની પરવાનગી આપી છે. આ પરવાનગી બિમાર માતા અને દીકરીની સારવાર કરાવવા માટે આપી છે. ન્યાયાધીશ સૂર્યકાંત અને દીપાંકર દત્તાની સંયુક્ત બેન્ચે કોર્ટની પાછલી શરતોને દૂર કરી છે. જેમાં આશિષ મિશ્રાને દિલ્હી જવાની મનાઈ હતી. જો કે આશિષ મિશ્રા પર કોઈ પણ જાહેર કાર્યક્રમમાં જવા અને મીડિયા સંબોધન પર પ્રતિબંધ લાગુ જ છે.
Lakhimpur Case Updates:આશિષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે આપી રાહત, જામીન શરતોમાં કર્યો ફેરફાર - દિલ્હી જઈ શકશે આશિષ મિશ્રા
લખીમપુર ખીરી કેસ મામલે સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને રાહત આપી છે. કેન્દ્રીય પ્રધાન અજયકુમાર મિશ્રાના દીકરા આશિષ મિશ્રાની જામીન શરતોમાં સુપ્રીમ કોર્ટે ફેરફાર કર્યો છે. આશિષને દિલ્હી જવાની પરવાનગી મળી છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક
Published : Sep 26, 2023, 4:24 PM IST
દિલ્હી જઈ શકશે આશિષ મિશ્રાઃ સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને ઉત્તર પ્રદેશમાં જવા પર પ્રતિબંધ ચાલુ રાખ્યો છે. આશિષ મિશ્રાએ જામીનની શરતોમાં ફેરફાર માટે સુપ્રીમમાં અરજી કરી હતી. અગાઉ સુપ્રીમે આશિષને દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જવા પર મનાઈની શરતે જામીન આપ્યા હતા. આશિષ મિશ્રા તરફથી વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ દવેએ અરજી દાખલ કરી હતી. સુપ્રીમે દિલ્હીની હોસ્પિટલ આરએમએલમાં દાખલ છે જેની સારવાર માટે આશિષ મિશ્રાના વચગાળાના જામીન માન્ય રાખ્યા છે.
ઓક્ટોબર 2021માં લખીમપુર ઘટનામાં 8 લોકોના મૃત્યુઃ 11 જુલાઈએ સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય પ્રધાન અજયકુમાર મિશ્રાના પુત્ર આશિષના વચગાળાના જામીનની સમય મર્યાદા 26 સપ્ટેમ્બર સુધી વધારી હતી. જે લખીમપુર ખીરી હિંસાની યોજનામાં સામેલ હતો. જાન્યુઆરીમાં સુપ્રીમ કોર્ટે આશિષ મિશ્રાને આઠ અઠવાડિયા માટે વચગાળાના જામીન આપ્યા હતા. ઓક્ટોબર 2021માં લખીમપુર ખીરી જિલ્લામાં હિંસાત્મક ઘટનાઓમાં 8 લોકોનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં ખેડૂતો તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના પ્રવાસનો વિરોધ કરી રહ્યા હતા ત્યારે બની હતી.