- દેશની સૌથી મોટી બેંકનું (SBI) અથથી ઇતિ જાણો
- સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનો આજે છે સ્થાપના દિવસ
- 1 જૂલાઈ 1806માં બેંક ઓફ કલકત્તા તરીકેે થઈ હતી સ્થાપના
હૈદરાબાદઃ દેશની સૌથી મોટી અને વિશ્વસનીય બેંક કઇ છે એવું પૂછવામાં આવે તો જવાબ સૌને ખબર છે. એકમાત્ર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા. (SBI) આ બેંકને હવે 200 વર્ષથી વધુ થયાં છે અને તે દેશની સૌથી મોટી બેંક છે. આ બેંકે આવી શાખ કેવી રીતે મેળવી તેની વાત બહુ જ રસપ્રદ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની વાત અમે એટલે કરી રહ્યાં છીએ કે આજે એટલે કે 1 જૂલાઈએ તેનો સ્થાપના દિવસ છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની (SBI) બીજકથા
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India) જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. આ બેંકને આ નામ વર્ષ 1955માં મળ્યું હતું, પરંતુ તેની વાત તો 200 વર્ષથી વધુ જૂની છે. આ બેંકની રચનાનું બીજ વર્ષ 1806માં પડ્યું હતું.
2 જૂન 1806ના રોજ બેંક ઓફ કલકત્તા (Bank of Calcutta)થી શરુઆત થઈ હતી જે 2 જાન્યુઆરીના રોજ બેંક ઓફ બંગાળ (Bank of Bengal) બની હતી.
15 એપ્રિલ 1840 ના રોજ બેંક ઓફ બોમ્બે (Bank of Bombay) અને 1 જુલાઈ 1843ના રોજ બેંક ઓફ મદ્રાસની (Bank of Madras) સ્થાપના પણ કરવામાં આવી હતી. બેંક ઓફ બંગાળ, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ તે સમયે દેશની મોટી બેંકો હતી.
બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ 27 જાન્યુઆરી 1921 ના રોજ બેંક ઓફ બંગાળમાં વિલય થઈ ગયો. ત્રણે બેંક મળીને ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાની (Imperial Bank of India) રચના થઈ
દેશ સ્વતંત્ર થયાના લગભગ 8 વર્ષ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક્ટ 1955 હેઠળ ભારતીય રિઝર્વ બેંકે ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયા હસ્તગત કરી લીધી. આ પછી ઈમ્પીરીયલ બેંક ઓફ ઈન્ડિયાનું નામ બદલવામાં આવ્યું અને 1 લી જુલાઈ 1955ના રોજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) અસ્તિત્વમાં આવી.
1960માં SBIએ 7 બેંક પર નિયંત્રણ મેળવ્યું હતું. આ બધી અગાઉ ભારતના વિવિધ રજવાડાઓની બેંકો હતી. જેનું નામ અને લોગો ભારતીય સ્ટેટ બેંકના મળતાં નામ પર રાખવામાં આવ્યાં હતાં. આ સહયોગી બેંકોમાં સ્ટેટ બેંક ઓફ બિકાનેર અને જયપુર, સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ, સ્ટેટ બેંક ઓફ ઇન્દોર, સ્ટેટ બેંક અને મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર અને સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોરનો સમાવેશ થાય છે. 1 એપ્રિલ 2017ના રોજ આ બેંકો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં (SBI)ભેળવી દેવામાં આવી.
આ પણ વાંચોઃ અનિલ અંબાણી પાસે 1200 કરોડની વસૂલાત માટે SBIએ દાવો માંડ્યો
ભારતીય સ્ટેટ બેંકનો લોગો આ રીતે બન્યો (state bank of india logo)
1955માં જ્યારે ભારતીય સ્ટેટ બેંક (SBI) અસ્તિત્વમાં આવી. ત્યારે વડનું ઝાડ તેની ઓળખ, પ્રતીક અથવા લોગોમાં દેખાય છે. બેંકનું નામ અને વર્ષ 1955 લોગોમાં દેખાય છે. આ લોગોમાં વડના ઝાડની મૂળ તાકાત અને સ્થિરતા દર્શાવે છે. જ્યારે શાખાઓ વૃદ્ધિ, વિસ્તરણ, સફળતાને રજૂ કરે છે. જોકે બાદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. પરંતુ કેટલાક લોકોનું કહેવું એવું પણ હતું કે વડનું ઝાડ તેની જગ્યાએ કોઈ અન્ય છોડ ઉગાડવા દેતું નથી.