ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર નિર્ભર, સત્યેન્દ્ર જૈને કોલસાની તંગી પર ઉઠાવ્યા પ્રશ્ન - દિલ્હીમાં બ્લેક આઉટ

દિલ્હીની કેજરીવાલ સરકાર (Delhi Government) છેલ્લા અનેક દિવસથી પાવર પ્લાન્ટ્સ (Power Plants)માં કોલસાની તંગીની વાત કરી રહી છે. તો કેન્દ્ર સરકારે કોલસાની તંગી (Coal Crises)ની વાતને ફગાવી દીધી છે. કેન્દ્રની પ્રતિક્રિયા આવ્યા બાદ હવે લાગી રહ્યું છે કે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારમાં એકવાર ફરી કોલસાની તંગીને લઇને વિવાદ શરૂ થઈ ગયો છે.

દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર નિર્ભર
દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર નિર્ભર

By

Published : Oct 12, 2021, 6:25 PM IST

  • દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર નિર્ભર
  • દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર તરફ ફેંક્યો ગોળો
  • કોલસા સંકટ અને વીજળી પુરવઠા પર બોલ્યા સત્યેન્દ્ર જૈન

નવી દિલ્હી: દિલ્હી સરકાર (Delhi Government) છેલ્લા અનેક દિવસથી દિલ્હીને વીજળીનો પુરવઠો (Power supply In Delhi) પૂરો પાડતા પાવર પ્લાન્ટ્સ (Power Plants)માં કોલસાની તંગીની વાત કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારે હાલમાં જ કોલસાની તંગીની વાતને ફગાવી દીધી છે. વીજળીની સમસ્યા (Power Crises)ની શક્યતા વ્યક્ત કરી ચૂકેલી દિલ્હી સરકારે કહ્યું છે કે, દિલ્હીમાં બ્લેક આઉટ કેન્દ્ર સરકાર પર જ નિર્ભર કરશે. દિલ્હીના ઊર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને પૂછ્યું કે, જો કોલસાની તંગી નથી તો પછી કેમ NTPC વીજળીનું ફુલ પ્રોડક્શન નથી કરી રહી.

કેન્દ્ર સરકાર વીજળી આપશે ત્યાં સુધી બ્લેક આઉટની સમસ્યા નહીં રહે

મંગળવારના ઊર્જા પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે, કેન્દ્ર સરકાર જ્યાં સુધી વીજળી આપતી રહેશે બ્લેક આઉટની સમસ્યા નહીં રહે. કેન્દ્ર સરકાર વર્તમાન સમયમાં અડધી વીજળી આપી રહી છે. તેમણે કહ્યું કે, કેન્દ્રએ દેશના તમામ પ્લાન્ટનું ઉત્પાદન એકસાથે અડધું કરી દીધું છે. આવામાં દિલ્હીને તો ઓછામાં ઓછી મુશ્કેલી થઈ રહી છે.

કોલસાની સમસ્યા ન હોય તો સમસ્યા જાણી જોઇને ઉભી કરવામાં આવી રહી છે

સત્યેન્દ્ર જૈને કહ્યું કે, દિલ્હી સરકાર વર્તમાન સમયમાં મોંઘા દરો પર વીજળી ખરીદી રહી છે. જો કોલસાની તંગી નથી તો એવું લાગી રહ્યું છે કે સમસ્યા પેદા કરવામાં આવી રહી છે. તેમણે પુનરાવર્તન કર્યું કે, દિલ્હીને વર્તમાન સમયમાં તેની જરૂરિયાત પ્રમાણે વીજળી નથી આપવામાં આવી રહી.

PM મોદીને કોલસા સંકટને લઇને પત્ર લખી ચૂક્યા છે કેજરીવાલ

આ પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિલ્હીની આસપાસ બનેલા પાવર પ્લાન્ટમાં કોલસાની તંગીને લઇને પત્ર લખી ચૂક્યા છે. દિલ્હીના મુખ્યપ્રધાને અહીં દિલ્હીમાં વીજળીના સંકટની શક્યતા પણ વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો: 2047 સુધીમાં ભારતને ઉર્જા સ્વતંત્ર બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે આતુર : એક્ઝોનમોબિલ

આ પણ વાંચો: અમિત ખરેની PM મોદીના સલાહકાર તરીકે નિમણૂક, નવી શિક્ષણ નીતિમાં ભજવ્યો હતો મહત્વનો ભાગ

ABOUT THE AUTHOR

...view details