ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીન બનાવી રહી છે અરુણાચલ બોર્ડર પાસે ગામો અને રસ્તાઓ - About China India border

LAC પર તણાવ વચ્ચે સેટેલાઇટથી કેટલીક તસવીરો સામે (SATELLITE IMAGES SHOW CHINA PREPARED ROADS) આવી છે, જેમાં જોઈ શકાય છે કે, ચીને સરહદી વિસ્તારોમાં ગામડાં વસાવ્યાં છે અને ત્યાં રસ્તા પણ તૈયાર કર્યા છે. આ વિસ્તારો અરુણાચલ પ્રદેશને અડીને આવેલા છે. ચાર દિવસ પહેલા 9 ડિસેમ્બરે બંને સેનાઓ (Situation on China-India border) વચ્ચે અથડામણ થઈ હતી.

ચીન બનાવી રહી છે અરુણાચલ બોર્ડર પાસે ગામો અને રસ્તાઓ
ચીન બનાવી રહી છે અરુણાચલ બોર્ડર પાસે ગામો અને રસ્તાઓ

By

Published : Dec 14, 2022, 7:41 AM IST

નવી દિલ્હી: ગયા અઠવાડિયે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ સાર્વજનિક થયાના એક દિવસ પછી, સેટેલાઇટ તસ્વિરો દર્શાવે (SATELLITE IMAGES SHOW CHINA PREPARED ROADS) છે કે, ચીને અરુણાચલ પ્રદેશના તવાંગ નજીક ભારત-ચીન સરહદ પર ગામડાઓ બનાવી દીધા છે અને PLA સેનાએ તે બાજુ એક રસ્તો પણ બનાવ્યો છે. 9 ડિસેમ્બર, 2022ના રોજ સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે લગભગ 300 ચીની સૈનિકો 17,000 ફૂટ ઊંચા પર્વતની ટોચ પર નિયંત્રણ મેળવવા માટે LAC પર પહોંચ્યા હતા, પરંતુ ભારતીય સૈનિકોએ તેમના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

ચીન-ભારત સરહદ પર સ્થિતિ એકંદરે સ્થિર: આ દરમિયાન, અથડામણ પર ચીનનું પહેલું નિવેદન આવ્યું છે. તેના વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સાથેની તેની સરહદ પર સ્થિતિ 'સ્થિર' છે. જ્યારે ભારતે તવાંગ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે ચીને કહ્યું કે, સરહદ પર સ્થિતિ સ્થિર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, "જ્યાં સુધી અમે સમજીએ છીએ, ચીન-ભારત સરહદ પર સ્થિતિ (Situation on China-India border) એકંદરે સ્થિર છે. સરહદ મુદ્દા પર રાજદ્વારી અને સૈન્ય ચેનલો દ્વારા સતત વાટાઘાટો ચાલી રહી છે."

ભારતે કડક વલણ અપનાવ્યું: જો કે ચીને કહ્યું છે કે, ભારત સાથેની તેની સરહદ પર સ્થિતિ (Situation on China-India border) સ્થિર છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સૈનિકો 9 ડિસેમ્બરે કાંટાળી લાકડીઓ સાથે LAC પર આવ્યા હતા. ભારત અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પર ભારતે કડક વલણ અપનાવ્યું છે. સંરક્ષણ પ્રધાન દ્વારા ત્રણેય સશસ્ત્ર દળો, CDS અને NSAના વડાઓ સાથે બેઠક પણ બોલાવવામાં આવી હતી. ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ 9 ડિસેમ્બરે પશ્ચિમ અરુણાચલ પ્રદેશના તવાંગથી લગભગ 35 કિમી ઉત્તર-પૂર્વમાં યાંગત્સેમાં 17,000 ફૂટની ઊંચાઈએ થઈ હતી.

શિખર પર ભારતનું નિયંત્રણ: ભારતીય અને ચીની બંને સૈનિકોને ઈજાઓ થઈ હતી અને ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોમાંથી 6 ને ગુવાહાટીની સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓ કે મૃત્યુના કોઈ અહેવાલ નથી. ચીન વારંવાર 17,000 ફૂટ ઉંચા શિખરને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ ભારતીય સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શિખર પર ભારતનું નિયંત્રણ છે, જે સરહદની બંને બાજુએ કમાન્ડિંગ વ્યૂ પ્રદાન કરે છે.

ચીની વાયુસેના દ્વારા પેટ્રોલિંગ: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનની પીએલએ સેના વચ્ચે તણાવ વધ્યા બાદ, ભારતીય વાયુસેનાના વિમાનો હવે અરુણાચલના આકાશમાં પેટ્રોલિંગ કરી રહ્યા (CHINA PREPARED ROADS NEAR ARUNACHAL PRADESH BORDER) છે, જેથી ચીની સેના ફરીથી LACનું ઉલ્લંઘન ન કરે. વાયુસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોઈપણ સંભવિત એરસ્પેસ ઉલ્લંઘનને રોકવા માટે ચીની વાયુસેના દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details