ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શશિકલા મુક્ત થઈ ગયાં, તમિલનાડુમાં હવે શું થશે? આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ એક પરિબળ તરીકે ઉભરી આવશે? - AMMK equally confident

જ્યારે ચેન્નાઈમાં જાહેરમાં જે. જયલલિતાનું સ્મારક ખુલ્લું મૂકાયું તે દિવસે, તેમનાં સહ આરોપી વી. કે. શશિકલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા ભોગવ્યા પછી મુક્ત થયાં. તેનાથી તેમને જે પદ પરથી મુક્ત કરાયાં હતાં તે પદ એટલે કે પક્ષના મહામંત્રીના પદ પર તેઓ ફરીથી સ્થાપિત થશે તે માટેનો માર્ગ મોકળો થયો છે.

શશિકલા મુક્ત થઈ ગયાં, તમિલનાડુમાં હવે શું થશે? આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ એક પરિબળ તરીકે ઉભરી આવશે?
શશિકલા મુક્ત થઈ ગયાં, તમિલનાડુમાં હવે શું થશે? આવનારી વિધાનસભા ચૂંટણીમાં તેઓ એક પરિબળ તરીકે ઉભરી આવશે?

By

Published : Jan 31, 2021, 5:39 PM IST

હૈદરાબાદ: જ્યારે ચેન્નાઈમાં જાહેરમાં જે. જયલલિતાનું સ્મારક ખુલ્લું મૂકાયું તે દિવસે, તેમનાં સહ આરોપી વી. કે. શશિકલા અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચાર વર્ષની જેલની સજા ભોગવ્યા પછી મુક્ત થયાં. તેનાથી તેમને જે પદ પરથી મુક્ત કરાયાં હતાં તે પદ એટલે કે પક્ષના મહામંત્રીના પદ પર તેઓ ફરીથી સ્થાપિત થશે તે માટેનો માર્ગ મોકળો થયો છે.

શશિકલાની નજીકનાં સૂત્રો કહે છે કે તેઓ જ્યાં સુધી શાસક એઆઈડીએમકેમાં ઉચ્ચ પદ સુધી પહોંચશે નહીં ત્યાં સુધી હાર નહીં માને. અત્યારે ઉચ્ચ પદ પર બે વ્યક્તિ બિરાજમાન છે- નાયબ મુખ્ય પ્રધાન ઓ. પનીરસ્વામી (ઓપીએસ) અને મુખ્ય પ્રધાન એડપડ્ડી કે. પલાનીસામી (ઇપીએસ).

ભાજપે તેની એઆઈએડીએમકે સાથેની યુતિ વધુ સારી રીતે કામ કરી શકે તેમાં મદદ મળે તે માટે ઓપીએસ અને ઇપીએસ સાથેના મતભેદો દૂર કરવા ભાજપના ટોચના નેતાઓ અને શશિકલાના ભત્રીજા ટીટીવી દીનાકરનની મધ્યસ્થીથી બિનસત્તાવાર મંત્રણા થઈ હતી.

સત્તા

રાજકીય નિરીક્ષકો મુજબ, જો મધ્યસ્થીના ભાગ રૂપે શશિકલાને પક્ષની ધૂરા સોંપવામાં આવશે તો તેઓ તે સ્વીકારશે. જો મધ્યસ્થી તેમની તરફેણમાં નહીં આકાર લે તો તેઓ એઆઈએડીએમકેને હરાવવા માટે પ્રયાસ કરશે જેનાથી ઇપીએસ અને ઓપીએસ બંને સત્તાની બહાર થઈ જશે. તેનાથી વર્તમાન શાસનકર્તા લોકોથી પક્ષની ધૂરા તેમની પાસે આવી જશે.

"જયલલિતા સાથે શશિકલાની નિકટતા તેમના દોષી ઠરવા પાછળનાં મુખ્ય કારણોમાં હતું અને તેમણે ભોગવેલી જેલની સજાથી આ ત્રિકોણ પ્રદેશ તેમજ દક્ષિણીય પ્રદેશ જેના પર થેવર સમુદાયનો મજબૂત કબજો છે તેની ગણનાપાત્ર વસતિમાં તેમને સહાનુભૂતિ મળી છે. તેઓ સત્તા બહાર થશે, પછી એઆઈએડીએમકેમાં સમીકરણો બદલાશે," તેમ એક રાજકીય નિરીક્ષકે કહ્યું હતું.

શશિકલાએ મુખ્ય પ્રધાન તરીકે સ્થાપેલા ઇપીએસ પક્ષના મોટા ભાગ અને સરકાર પર તમામ રીતે અંકુશ ધરાવે છે અને તેઓ દાવો કરે છે કે તેમને ધારાસભ્યોએ એઆઈએડીએમકેના ધારસભા પક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે, શશિકલાએ નહીં.

ઇપીએસ અને ઓપીએસ એક હોય તેવો દેખાવ કરે છે, પરંતુ પક્ષનાં આંતરિક વર્તુળો જાણે છે કે બંને વચ્ચે સત્તાની લડાઈ ચાલુ છે. શાસક રાષ્ટ્રીય પક્ષની પણ નજીક એવા ઓપીએસ પ્રિન્ટ અને ચેનલોમાં તેમની વ્યક્તિગત જાહેરાત ઝુંબેશ ચલાવી રહ્યા છે અને પોતાને જયલલિતાએ પોતે પસંદ કરેલા છે તેવો દાવો કરી રહ્યા છે તેના પરથી સત્તાની લડાઈ જાહેર થાય છે.

કાનૂની મડાગાંઠ

કાયદાકીય રીતે, શશિકલા તેમના ભત્રીજા ટીટીવી દીનાકરન કે જે અત્યારે એએમએમકેના મહામંત્રી છે તેમની સાથે કામ કરી શકે તેમ નથી કારણકે તેઓ એઆઈએડીએમકેના પ્રતીકનો દાવો કરે છે અને તે અંગેની અરજી સર્વોચ્ચ ન્યાયાલય સમક્ષ અનિર્ણિત છે. આથી તેઓ જાહેરમાં એએમએમકેને ટેકો આપી શકે તેમ નથી.

દીનાકરન તેમનાં ફઈને લેવા જેલ ગયા હતા, તેઓ શશિકલાની ભવિષ્યની યોજના અંગે મૌન છે, પણ આર. કે. નગરના ધારાસભ્ય અને એએમએમકેના મહામંત્રીએ કહ્યું કે તેમને આનંદ છે કે તેઓ (એઆઈએડીએમકે) પણ ઉજવણી કરી રહ્યા છે. તેમનો સંદર્ભ જે. જયલલિતા સ્મારકના ઉદ્ઘાટન અંગે હતો.

તેનો અર્થ થાય છે કે તેઓ બે પાંદડાના પ્રતીકની કાનૂની લડાઈ લડશે.

એઆઈએડીએમકે, એએમએમકે બંને વિશ્વાસસભર

પૂર્વ પ્રધાન અને એઆઈએડીએમકેના પ્રવક્તા વૈગૈચેલ્વનનો જ્યારે શશિકલા કે જેઓ આ સપ્તાહાંત અથવા આવતા સપ્તાહના પ્રારંભમાં ચેન્નાઈ પહોંચવા અપેક્ષા છે, તેમનો સંપર્ક કરાયો ત્યારે તેમણે શશિકલાનો સામનો કરવા તેમની રણનીતિ જણાવવા વચન આપ્યું.

એઆઈએડીએમકેના પ્રવક્તા વકીલ આર. એમ. બાબુ મુરુગવેલ કે જેઓ શશિકલા સામે બોલકા હતા, તેમમે કહ્યું કે પક્ષને કોઈ પણ રીતે તેમના નેતૃત્વ કે માર્ગદર્શનની આવશ્યકતા નથી. "તેઓ દોષી છે જેમણે જેલની સજા ભોગવી છે. તેમને તેમનો સમય તેમના પરિવાર સાથે શાંતિપૂર્વક મનાવવા દો અને અમારી પાસે ઇપીએસ અને ઓપીએસ છે જેઓ પક્ષ અને સરકારની કાળજી લેશે." તેમ તેમણે કહ્યું હતું.

તેમની સાથે સંઘર્ષ થવાના સંદર્ભમાં પૂર્વ ધારાસભ્યને વિશ્વાસ હતો કે ત્યાં સુધી વાત પહોંચશે જ નહીં.

એએમએમકેના પ્રવક્તા વી. વેટ્રિપાંડિયને કહ્યું કે તેઓ એમએમકે દ્વારા એઆઈએડીએમકે પર ચોક્કસ ફરીથી દાવો કરશે. તેમાં અમને સહેજ પણ શંકા નથી." તેમ તેમણે કહ્યું હતું.

આ યોજના સફળ થશે તેમાં શશિકલાનું ચોક્કસ શું યોગદાન રહેશે તેના પર પૂર્વ પત્રકારે કહ્યું હતું કે શશિકલા જ તેમની યોજના જાણે છે, તેમને જાણ નથી અને શશિકલા પોતે તેમનાં પત્તાં રમે તે માટે તેઓ રાહ જોશે.

- આર. પ્રિન્સ જેબાકુમાર

ABOUT THE AUTHOR

...view details