ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Sarkari Naukri: વિદેશથી MBBSની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે મળશે રાહત, NMCએ કરી મોટી જાહેરાત - નેશનલ મેડિકલ કાઉન્સિલ

નેશનલ મેડિકલ કમિશન એ વિદેશમાં MBBSનો અભ્યાસ કરીને પરત ફરેલા વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. NMCએ હવે ફોરેન ગ્રેજ્યુએટ મેડિકલ એક્ઝામિનેશન પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે, MBBS વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ સીટ વધારવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી દેશમાં ફરી એકવખત મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર

વિદેશથી MBBSની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે મળશે રાહત, NMCએ કરી મોટી જાહેરાત
વિદેશથી MBBSની ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે મળશે રાહત, NMCએ કરી મોટી જાહેરાત

By

Published : May 9, 2023, 3:34 PM IST

નવી દિલ્હી: વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરીને સ્વદેશમાં પ્રેક્ટિસ કરનારા યુવાનો માટે ખરા અર્થમાં ગુડ ન્યૂઝ છે. વિદેશની અતિ આધુનિક સારવાર પદ્ધતિઓનો અભ્યાસ કરીને આપણા દેશના દર્દીઓની સારવાર કરી શકશે. MBBSનો અભ્યાસ કરીને વિદેશથી પરત ફરેલા વિદ્યાર્થીઓને નેશનલ મેડિકલ કમિશને મોટી રાહત આપી છે. NMCએ હવે ફોરેન ગ્રેજ્યુએટ મેડિકલ એક્ઝામિનેશન પાસ કરનારા વિદ્યાર્થીઓ માટે MBBS વિદ્યાર્થીઓ માટે ઈન્ટર્નશિપ સીટો વધારવાનો નિર્ણય લીધો છે.

નોટિફિકેશન બહાર પડાશેઃ નેશનલ મેડિકલ કમિશનએ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિઓને કહ્યું છે કે, તેઓ ઇન્ટર્નશિપ સંબંધિત જૂના નિયમોને પુનઃસ્થાપિત કરવા જઈ રહ્યા છે. NMC આગામી થોડા દિવસોમાં તેનું નોટિફિકેશન બહાર પાડશે. FORDA અનુસાર, હવે પહેલાની જેમ, મેડિકલ વિદ્યાર્થીઓ DNB ડિગ્રી એનાયત કરતી હોસ્પિટલોમાં ઇન્ટર્નશિપ કરી શકશે.

માત્ર 5 વિદ્યાર્થીઓ:ગયા વર્ષે લગભગ 9 હજાર વિદ્યાર્થીઓએ FMGE પરીક્ષા પાસ કરી હતી. જે દેશમાં ડોક્ટર બનવા માટે લાયક છે. જેમાંથી અઢી હજાર વિદ્યાર્થીઓએ દિલ્હીમાં ઈન્ટર્નશિપ માટે અરજી કરી હતી. દિલ્હીમાં FMG પરીક્ષા પાસ કરનારા માત્ર 5 વિદ્યાર્થીઓ જ ઈન્ટર્નશિપ મેળવી શક્યા હતા. આ વિદ્યાર્થીઓ માટે અહીં 42 બેઠકો છે. જોકે, આ નિર્ણયથી વિદેશી સારવાર પદ્ધતિઓનો દેશમાં વિકાસ થશે. આ ઉપરાંત વિદેશની અતિ આધુનિક સારવાર પદ્ધતિઓથી દેશના દર્દીઓ ઝડપથી સાજા થઈ શકશે.

ઈન્ટર્નશિપ આપવાનો ઈન્કાર: NMCએ વર્ષ 2022માં એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં વિદેશથી મેડિકલ ગ્રેજ્યુએટ્સને માત્ર મેડિકલ કોલેજોમાં જ ઈન્ટર્નશિપ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. આનાથી દિલ્હીની સરકારી અથવા અર્ધ-સરકારી હોસ્પિટલોમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપની બેઠકો ઘટી છે. તે જ સમયે, મૌલાના આઝાદ મેડિકલ કોલેજ, લેડી હાર્ડિંજ અને એઈમ્સ જેવી મોટી સરકારી મેડિકલ કોલેજોએ પણ અલગ-અલગ કારણો દર્શાવીને આ વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્યારે આ પહેલા વિદ્યાર્થીઓ તે હોસ્પિટલોમાં ઈન્ટર્નશીપ કરતા હતા. હોસ્પિટલ આ વિદ્યાર્થીઓને પીજી અને ડીએનબી સર્ટિફિકેટ પણ આપતી હતી.

આ પણ વાંચો

  1. Shri Badarinath Kedarnath yatra: બદ્રીનાથ હાઈવે પર ભક્તોના વાહનને નડ્યો અકસ્માત
  2. fake bomb threat in Bangalore: બેંગલુરુમાં એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
  3. The Kerla Story: 'ગુજરાતમાંથી 40,000 છોકરીઓ ક્યાં ગઈ?' કેરલા સ્ટોરી સમાન ગુજરાતમાંથી ગુમ યુવતીઓ પર મહારાષ્ટ્રમાં રાજકારણ

મેડિકલ કોલેજોની સંખ્યા: દેશમાં MBBS સીટો અને મેડિકલ કોલેજોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. નેશનલ મેડિકલ કાઉન્સિલના જણાવ્યા અનુસાર હાલમાં દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 681 પર પહોંચી ગઈ છે. એમબીબીએસની સીટો વધીને લગભગ એક લાખ 5 હજાર થઈ ગઈ છે. આ મેડિકલ કોલેજોમાં વિદ્યાર્થીઓને NEET પાસ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. આ ઉપરાંત બીડીએસ, બીએચએમએમ, બીએએમએસ, બીયુએમએસ, બીએસએમએસમાં એડમિશન પણ આ દ્વારા થાય છે. પરંતુ, જે વિદ્યાર્થીઓ NEET ક્વોલિફાઇંગ માર્કસ મેળવવામાં નિષ્ફળ જાય છે, તેઓને વિદેશમાંથી દવાનો અભ્યાસ કરવાનો વિકલ્પ મળે છે. નેપાળ, બાંગ્લાદેશ, કિર્ગિસ્તાન, ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, ચીન, યુક્રેન, રશિયા અને આર્મેનિયા જેવા દેશોમાં આ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા જાય છે.

ABOUT THE AUTHOR

...view details