- જૂનાગઢની આઝાદીમાં સરદાર પટેલનું યોગદાન
- 70 વર્ષ પહેલાં જૂનાગઢે પાકિસ્તાન સાથે જોડાવા નિર્ણય કર્યો હતો
- સરદાર પટેલે જૂનાગઢને ભારતનો હિસ્સો બનાવ્યું
જૂનાગઢઃ આજથી 70 વર્ષ પહેલા જૂનાગઢના નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. જેના વિરોધમાં સરદાર પટેલે જૂનાગઢ અને હૈદરાબાદની મુક્તિ માટે ચળવળની શરૂઆત કરીને જૂનાગઢમાં આરઝી હકૂમતની સ્થાપના કરી હતી, ત્યારે આજથી 70 વર્ષ અગાઉ 1947ના રોજ 15 ઓગસ્ટે જૂનાગઢમાં આઝાદી દિવસ મનાવવામાં આવ્યો નહોતો. કારણ કે, જે તે સમયે જૂનાગઢમાં નવાબનું શાસન હતું અને નવાબે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને 15 ઓગસ્ટ 1947ના દિવસે જૂનાગઢમાં આઝાદીનું પર્વ મનાવવામાં આવ્યું નહોતું. જેને ધ્યાને રાખીને સરદાર પટેલે જૂનાગઢની મુક્તિ માટેની ચળવળ શરૂ કરી હતી અને અંતે 9 નવેમ્બરના દિવસે જૂનાગઢ અખંડ ભારતનો હિસ્સો બન્યું હતું. ભાગલા વખતે જૂનાગઢનું જોડાણ પાકિસ્તાન સાથે કરવાનો નિર્ણય જૂનાગઢના નવાબે કર્યો હતો. જેના વિરોધમાં સરદાર પટેલે આરઝી હકૂમતની સ્થાપના કરીને જૂનાગઢની મુક્તિ માટેની ચળવળ શરૂ કરી હતી.