ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાકિસ્તાન જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું અવસાન

2013માં પાકિસ્તાનની જેલમાં માર્યા ગયેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું નિધન (Sarabjit Singhs sister Dalbir Kaur passes away) થયું છે. દલબીર છેલ્લા એક વર્ષથી ફેફસાની બિમારી સામે ઝઝૂમી (punjab Dalbir Kaur passes away) રહ્યાં હતાં.

15666563
15666563

By

Published : Jun 27, 2022, 7:01 AM IST

અમૃતસર:પાકિસ્તાનની જેલમાં 2013માં સાથી કેદીઓ દ્વારા નિર્દયતાથી માર મારવામાં (Sarabjit Singhs sister Dalbir Kaur passes away) આવેલા સરબજીત સિંહની બહેન દલબીર કૌરનું રવિવારે અહીં અવસાન થયું હતું. તેણી 67 વર્ષની હતી. દલબીર કૌર ત્યારે ચર્ચામાં હતી જ્યારે તેણે પાકિસ્તાનની જેલમાંથી તેના ભાઈની મુક્તિ માટે ઝુંબેશ (punjab Dalbir Kaur passes away) ચલાવી હતી. સરબજીત પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં બોમ્બ વિસ્ફોટોમાં સંડોવણી બદલ 1991થી જેલમાં બંધ હતો.

આ પણ વાંચો:હવે સોનિયા પર લાગ્યો તિસ્તાને મદદ કરવાનો આરોપ, કોંગ્રેસમાં ફેલાયો ફફડાટ

ફેફસાની બીમારી: પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, કૌરે શનિવારે રાત્રે છાતીમાં (Sarabjit Singhs sister Dalbir Kaur) તીવ્ર દુખાવાની ફરિયાદ કરી હતી અને તેને અહીંની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીઘા. સરબજીત સિંહની પુત્રી પૂનમે જણાવ્યું કે, દલબીર છેલ્લા એક વર્ષથી ફેફસાની બીમારીથી ઝઝૂમી રહી હતી. તેણે કહ્યું કે, જ્યારે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી ત્યારે ડોક્ટરોએ કહ્યું કે, તેમની હાલત નાજુક છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા હતા અને થોડા સમય બાદ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

એપ્રિલ 2013માં સરબજીત સિંહનું મોત: પૂનમે જણાવ્યું કે, દલબીર કૌરને થોડા કલાકો બાદ જ હોસ્પિટલે મૃત જાહેર કરી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, લાહોર જેલમાં કેદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના છ દિવસ બાદ એપ્રિલ 2013માં સરબજીત સિંહ (49)નું મોત થયું હતું. જેલમાં સરબજીત પર ઈંટો અને અન્ય તીક્ષ્ણ વસ્તુઓથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેની પીઠ અને માથામાં ઈજાઓ થઈ હતી અને તે કોમામાં ગયો હતો.

આ પણ વાંચો:વિદેશી કાચબાની દુર્લભ પ્રજાતિને બચાવી લેવામાં આવી, જૂઓ વીડિયો...

આતંકવાદ અને જાસૂસી માટે દોષિત:પાકિસ્તાનની અદાલતે સરબજીતને આતંકવાદ અને જાસૂસી માટે દોષિત ઠેરવ્યો હતો. તેને 1991માં મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. જોકે, પાકિસ્તાન સરકારે 2008માં તેની ફાંસી પર અનિશ્ચિત સમય માટે રોક લગાવી દીધી હતી. સરબજીતના મૃતદેહને લાહોરથી અમૃતસર લાવવામાં આવ્યો હતો જ્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘણા વર્ષો પહેલા દલબીર કૌરે પોતાના ભાઈને જેલમાંથી મુક્ત કરાવવા માટે અલગ અલગ પ્લેટફોર્મ પર અવાજ ઉઠાવ્યો હતો.

સરબજીત સિંહના જીવન પર આધારિત ફિલ્મ: દલબીર તેની બે પુત્રીઓ અને તેના ભાઈ સરબજીત સિંહની પત્ની સહિત તેના પરિવારના સભ્યો સાથે બે વાર લાહોરની કોટ લખપત રાય જેલમાં ગયા હતા અને તેમની તબિયત પૂછી હતી. 2016 માં, સરબજીત સિંહના જીવન પર આધારિત એક ફિલ્મ (Film based on the life of Sarabjit Singh) આવી, જેમાં અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને દલબીર કૌરની ભૂમિકા ભજવી હતી.

ABOUT THE AUTHOR

...view details