ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર - છિંદવાડા સમાચાર

ઈટીવી ભારત બાલવીર (Etv Bharat Baalveer) શ્રેણીમાં મળો નાનકડી સોના-સારાને, જેમણે જન્મદિવસ પર પિતાની ભેટથી ઉભું કરી દીધું સોના-સારા સિસ્ટર્સ બેન્ડ (Sona-Sara Sisters Band) જે આજે આખા મધ્ય ભારતમાં ધૂમ મચાવી રહ્યું છે.

રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર
રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર

By

Published : Nov 13, 2021, 5:23 PM IST

  • જન્મદિવસે બંને દીકરીઓને પિયાનો અને ડ્રમ ભેટમાં આપ્યું
  • 3 અને 7 વર્ષની દીકરીઓ પિતાની ભેટથી શીખી સંગીત
  • દરરોજ ઘરમાં 3 કલાક સંગીતની પ્રેક્ટિસ કરે છે સોના અને સારા

છિંદવાડામાં પોલીસની નોકરી કરતા અનિલ વિશ્વકર્માએ મોટી દીકરી સોના વિશ્વકર્માના ત્રીજા જન્મદિવસે તેને પિયાનો ગિફ્ટમાં આપ્યો હતો. અનિલ વિશ્વકર્માને સંગીતનો શોખ છે, પરંતુ તેમણે ક્યારેય સંગીત શીખ્યું નથી. આ કારણે તેઓ પોતાની દીકરીઓને સંગીત શીખવવા ઇચ્છતા હતા. પિતાના મોટિવિશનના કારણે દીકરીએ પણ તેમનું સપનું સાકાર કરવાનું શરૂ કરી દીધું અને કેટલાક જ મહિનામાં મોટી દીકરીએ પિયાનો વગાડવાનું શીખી લીધું. ત્યારબાદ જ્યારે બીજી દીકરી સારા 3 વર્ષની થઈ તો પિતા અનિલે તેને ડ્રમ ભેટમાં આપ્યું અને સારાએ પણ ફક્ત 6 મહિનામાં જ ડ્રમ પર હાથ અજમાવવાનું શરૂ કરી દીધું.

રમવા-કૂદવાને ઉંમરે બનાવી દીધું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ', પિતાનું સપનું કર્યું સાકાર

બેન્ડનું નામ 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ' રાખ્યું

સોના અને સારા બંને બહેનોએ ફક્ત 3 વર્ષની વયે ગાવા-વગાડવાનું શરૂ કરી દીધું હતું. સોના અત્યારે 7 વર્ષની છે અને બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તો તેની નાની બહેન સારા 4 વર્ષની છે, જે યુકેજીમાં અભ્યાસ કરે છે. બંને બહેનો દરરોજ ઘરમાં 3 કલાક સંગીતની પ્રેક્ટિસ કરે છે. બંને બહેનોની જુગલબંધી બની રહે તે માટે હવે તેમણે પોતાના બેન્ડનું નામ સોના-સારા સિસ્ટર્સ બેન્ડ રાખ્યું છે. બાળકીઓનો સંગીત પ્રત્યે લગાવ જોઇને પિતાએ પણ તેમના માટે એક સંગીત શિક્ષક રાખ્યા છે, જેઓ તેમને સતત સંગીત શીખવે છે.

લોકડાઉનનો ઉપયોગ કર્યો, બંને બહેનોની જુગલબંધી સફળ રહી

સારા-સોનાના પરિવારવાળા જણાવે છે કે લોકડાઉનમાં બંને બહેનો સતત રિયાઝ કરતી હતી. લોકડાઉનનો યોગ્ય ઉપયોગ આપણે જ કર્યો. પોતાના રોજના કામો બાદ દિવસમાં તેઓ રિયાઝ કરતી હતી અને ઘરવાળાઓનું મનોરંજન કરતી હતી. આથી તેમને ગાયિકી અને સંગીતમાં પોતાની અલગ ઓળખ બનાવી લીધી. શરૂઆતમાં બંને દીકરીઓએ સોશિયલ મીડિયાથી પિયાનો અને ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ધીરેધીરે જ્યારે દીકરીઓને વાદ્ય યંત્રોની સમજ થઈ ગઈ, તો પછી સંગીત શિક્ષક ગોઠવ્યા જે ઘરની પાસે જ સારા અને સોનાને સંગીતનું શિક્ષણ આપે છે. સોના-સારા જણાવે છે કે સંગીત શિક્ષક અઠવાડિયામાં એકવાર આવે છે અને તેમને અસાઇનમેન્ટ આપીને જતા રહે છે, તેના પર તેઓ રિયાજ કરે છે. સંગીતની દુનિયામાં નામ કમાવાની સાથે સાથે એક સારી વ્યક્તિ પણ બનવા તેઓ ઇચ્છે છે.

અનેક સ્ટેજ શૉ કરી ચૂકી છે, અનેક સંસ્થાઓ કરી ચૂકી છે સન્માનિત

મોટી બહેન સોના વિશ્વકર્મા પિયાનો વગાડવાની સાથે જ સારી ગાયિકા પણ છે. સોના મધ્યપ્રદેશ સ્થાપના દિવસ પર આયોજિત સમારંભમાં કૉર્ન ફેસ્ટિવલ સહિત અનેક આયોજનોમાં પોતાની પ્રસ્તુતિ આપી ચૂકી છે. અનેક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત પણ કરવામાં આવી ચૂકી છે. તો નાની બહેન સારા પણ 15 ઑગષ્ટ દરિમાયન સ્ટેજ શૉ કરી ચૂકી છે.

Text Script

છિંદવાડા: ઇટીવી ભારત બાલવીર શ્રેણીના ભાગ રૂપે અમે તમને છિંદવાડાના 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ'ની સોના અને સારા સાથે મળાવીશું, જેમના મોઢેથી ભલે કાલી-ઘેલી ભાષા નીકળે, પરંતુ તેમના હાથ સૂરનો જાદૂ ફેલાવે છે. 4 વર્ષની ડ્રમર અને 7 વર્ષની પિયાનો પ્લેયરની જુગલબંધી જોઇને દરેક જણ ચોંકી જાય છે.

પિતા સંગીત ન શીખી શક્યા, દીકરીઓએ સપનું સાકાર કર્યું

3 વર્ષની ઉંમરે પિતાએ આપી ભેટ, દીકરીઓએ કર્યું તેમનું સપનું સાકાર. છિંદવાડામાં પોલીસની નોકરી કરી રહેલા અનિલ વિશ્વકર્મા સંગીતના શોખીન છે, પરંતુ તેઓ ક્યારેય સંગીત શીખ્યા નથી, તેથી તેઓ તેમની પુત્રીઓને સંગીત શીખવવા માંગતા હતા. પિતાની પ્રેરણાથી દીકરીએ પણ પોતાનું સપનું સાકાર કરવાનું શરૂ કર્યું અને થોડા જ મહિનામાં મોટી દીકરી પિયાનો વગાડતા શીખી ગઈ. જ્યારે બીજી પુત્રી સારા 3 વર્ષની થઈ, ત્યારે પપ્પા અનિલે તેને ડ્રમ ભેટમાં આપ્યું અને સારાએ પણ માત્ર 6 મહિનામાં ડ્રમ પર હાથ અજમાવવાનું શરૂ કર્યું.

ફક્ત 3 વર્ષની ઉંમરે ગાવા-વગાડવાનું શરૂ કર્યું

સોના અને સારા બંને બહેનોએ માત્ર 3 વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું. સોનાની ઉંમર હાલમાં 7 વર્ષની છે અને તે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. તો તેની નાની બહેન સારા 4 વર્ષની છે, જે યુકેજીમાં અભ્યાસ કરે છે. બંને બહેનો દરરોજ ઘરે 3 કલાક સંગીતની પ્રેક્ટિસ કરે છે. તેમણે પોતાનું 'સોના-સારા સિસ્ટર્સ બેન્ડ' બનાવ્યું, જેથી બંને બહેનો જુગલબંધી રહે. હવે તેઓએ તેમના બેન્ડનું નામ સોના-સારા સિસ્ટર્સ બેન્ડ રાખ્યું છે. છોકરીઓનો સંગીત પ્રત્યેનો જુસ્સો જોઈને પિતાએ તેમના માટે સંગીત શિક્ષકની પણ નિમણૂક કરી છે, જે તેમને સતત સંગીત શીખવી રહ્યા છે.

લોકડાઉનનો ઉપયોગ, બંને બહેનોની જુગલબંધી રહી

સારા-સોનાના પરિવારનું કહેવું છે કે, લોકડાઉનમાં બંને બહેનો સતત રિયાઝ કરતી હતી. તેણે લોકડાઉનનો યોગ્ય ઉપયોગ કર્યો. તેના રોજિંદા કામકાજ બાદ તે અવારનવાર દિવસ દરમિયાન રિયાઝ કરતી હતી અને પરિવારના સભ્યોનું મનોરંજન પણ કરતી હતી. આ કારણે તેમણે ગાયન અને સંગીતમાં પોતાની આગવી ઓળખ બનાવી દીધી.

સોશિયલ મીડિયાથી શરૂઆત કરી, હવે સોના-સારા લઈ રહી છે ટ્રેનિંગ

શરૂઆતમાં બંને દીકરીઓએ સોશિયલ મીડિયાથી પિયાનો અને ડ્રમ વગાડવાનું શરૂ કર્યું. ધીરેધીરે જ્યારે પુત્રીઓ સંગીતનાં સાધનોને સમજી ગઈ, ત્યારે સંગીત શિક્ષકની નિમણૂક કરવામાં આવી, જેઓ હવે સારા અને સોનાને ઘરે સંગીતનું શિક્ષણ આપે છે. સોના-સારા કહે છે કે સંગીત શિક્ષક અઠવાડિયામાં એકવાર આવે છે અને તેમને અસાઇનમેન્ટ આપીને જતા રહે છે અને તેના પર તેઓ નિયમિત રિયાઝ કરે છે. સંગીતની દુનિયામાં નામ કમાવવાની સાથે સાથે તેઓ એક સારી વ્યક્તિ બનવા માંગે છે.

અનેક સ્ટેજ શો કર્યા, અનેક સંસ્થાઓ કરી ચૂકી છે સન્માનિત

મોટી બહેન સોના વિશ્વકર્મા પિયાનો વગાડવાની સાથે સાથે સારી ગાયિકા પણ છે. સોનાએ મધ્યપ્રદેશ ફોર્મેશન ડે પર આયોજિત કૉર્ન ફેસ્ટિવલ સહિત અનેક કાર્યક્રમોમાં પ્રસ્તુતિ આપી છે. તેને ઘણી સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ કરવામાં આવી છે. તો નાની બહેન સારા પણ 15 ઓગસ્ટ દરમિયાન સ્ટેજ શો કરી ચૂકી છે.

ABOUT THE AUTHOR

...view details