ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુસેવાલા મર્ડરકેસ:પોલીસનો સંતોષ જાધવ અંગે ચોંકાવનારો ખુલાસો,સારા પરિવારના યુવાનો... - બિશ્નોઈ ગેંગના સભ્ય સંતોષ જાધવ

સંતોષ જાધવના સોશિયલ મીડિયા (Friends Following on Social Media) પર મોટા ફેન ફોલોઅર્સ છે. આ અંગે પૂણે પોલીસે સાયબર વિભાગની મદદ લીધી હતી. જેમાંથી આ હકીકત સામે આવી છે. કોઈ ગુનેગાર કે જામીન પર મુક્ત થયેલા નહીં પણ સારા તથા એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવતા યુવાનો આ આરોપીને ફોલો કરતા હતા. હવે પોલીસ (Pune police Maharashtra) આવા યુવાનોના માતા પિતાને બોલાવશે. પછી એમનું કાઉન્સેલિંગ થશે.

મુસેવાલા મર્ડરકેસ:પોલીસનો સંતોષ જાધવ અંગે ચોંકાવનારો ખુલાસો,સારા પરિવારના યુવાનો...
મુસેવાલા મર્ડરકેસ:પોલીસનો સંતોષ જાધવ અંગે ચોંકાવનારો ખુલાસો,સારા પરિવારના યુવાનો...

By

Published : Jun 18, 2022, 7:48 PM IST

પૂણે: પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા (Sidhu Moosewala murder case) કેસમાં તપાસનો રેલો મહારાષ્ટ્રના મહાનગર (Pune police Maharashtra) પૂણે સુધી પહોંચ્યો છે. જેમાં પોલીસે શુટર સંતોષ જાધવની (Santosh Jadhav) ધરપકડ કરી હતી. આ કેસમાંથી હવે મોટી અપડેટ આવી છે. આરોપી અને બિશ્નોઈ ગેંગના સભ્ય સંતોષ જાધવનું ફ્રેન્ડલીસ્ટ લાબું (Friends Following on Social Media) છે. ઘણા યુવાનો સોશિયલ મીડિયા પર એને ફોલો કરે છે.

આ પણ વાંચો:Charas found near Luna Bet : જખૌના લુણા બેટ પાસેથી બીએસએફને ચરસના 3 આખા તથા 1 ખાલી પેકેટ મળી આવ્યા

કોણ છે આ:આ માહિતી પૂણે પોલીસે આપી છે. આ એકાઉન્ટથી (Social Media Account Santosh Jadhav) ગ્રામીણ વિસ્તારના યુવાનો એની પ્રોફાઈલથી આકર્ષાયા હતા. કોઈ આરોપી કે ગુનેગાર તો ઠીક પણ સારા અને એજ્યુકેટેડ પરિવારના યુવાનો પણ એના ફોલોઅર્સ છે. જે ચોંકાવનારી વાત છે.

100થી વધુ પ્રોફાઈલ: પોલીસે આપેલી વિગત અનુસાર અત્યાર સુધીમાં 100થી વધારે એકાઉન્ટ વેરિફાઈ કરાયા હતા. આ માહિતી પૂણે ગ્રામ્ય વિસ્તારના SP ડૉ.અભિનવ દેશમુખે આપી હતી. સંતોષે એના દસથી વધારે સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી જુદી જુદી રીલ્સ બનાવી હતી. બીજા હત્યારાઓને આકર્ષવા, યુવાનોને એટ્રેક કરવા તથા ફ્રેન્ડ ફોલોઈંગ વધારવા માટે આવા ઘણા વીડિયો તેણે બનાવેલા છે. જેને ફોલો કરનારા મોટાભાગના યુવાનોની વય 18થી 28 વર્ષની છે.

આ પણ વાંચો:SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી

બિશ્નોઈ ગૅંગ ક્નેક્શન: સંતોષ બિશ્નોઈ ગૅંગના સૌથી મોટા ગુનેગારો પૈકીનો એક છે. પોતાનું વર્ચસ્વ બતાવવા માટે તે સોશિયલ મીડિયા પર સક્રિય હતો. બીજા યુવાનોને આકર્ષિત કરતો હતો. જુદા જુદા પોઝમાં ફોટા પડાવતો અને રીલ્સ બનાવતો હતો. એને ફોલો કરનારા પણ ઘણા છે. આ પ્રકારના પાસાનો ઘણા યુવાનો શિકાર બની રહ્યા છે. આવા તત્ત્વોને ફોલો ન કરવા અને ખોટા આકર્ષણમાં ન વહી જવા માટે SP ડૉ.અભિનવ દેશમુખે યુવાનોને અપીલ કરી છે.

ચિંતાનો વિષય: ચિંતાનો મુદ્દે એ છે કે, ઘણા સારા પરિવાર અને સારી સોસાયટીના યુવાનો એના ફોલોઅર્સ છે. જે આ પ્રકારના આરોપીઓની પ્રોફાઈલ ફોલો કરે છે. જેના વાલીઓને બોલાવી હવે એમનું યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરવામાં આવશે. જોકે, યુવાનોમાં આ પ્રકારની ગુનાખોરીવાળી માનસિકતા પાછળ ક્યાંક સોશિયલ મીડિયા પણ જવાબદાર હોય છે.

ABOUT THE AUTHOR

...view details