અમદાવાદ:હિંદુ ધર્મમાં ચોથની તિથિનું વિશેષ (SANKAT CHATURTHI 2023) મહત્વ હોય છે. શાસ્ત્રો અનુસાર ચોથની તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે. આ દિવસે વિધિ પ્રમાણે ગણેશજીની પૂજા (SANKAT CHATURTHI POOJA VIDHI) કરવામાં આવે છે. એકદંત સંકષ્ટી ચતુર્થી વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની તિથિએ ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે, આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ વિધ્નથી ભરેલા કામ દૂર થાય છે. (SANKAT CHATURTHI CELEBRATION) ભગવાન ગણેશને વિધ્નહર્તા કહેવામાં આવે છે. જે ભક્તોના વિધ્ન દૂર કરીને જીવનને ખુશીથી ભરી દે છે. સંસારમાં શાંતિના આશીર્વાદ આપે છે.
આ પણ વાંચો:ગણેશ જયંતિ 2023: આ વર્ષે એક જ દિવસે બંને યોગ, ભક્તો દિલથી પૂજા કરશે તો મળશે લાભ
શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા: સંપૂર્ણ ભક્તિથી ભાવ સાથે પૂજા કરવાથી ભક્તોના તમામ કષ્ટ દૂર થાય છે. (SANKAT CHATURTHI POOJA VIDHI) એવું માનવામાં આવે છે કે, એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજાથી ગણપતિ મહારાજને પ્રસન્ન કરી શકાય છે. ગણેશ ચતુર્થીના દિવસે ઘરમાં ગણેશ યંત્રની સ્થાપના કરવી જોઈએ. આ યંત્ર ખૂબ જ ફાયદાકારક અને શુભ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ યંત્રને ઘરમાં સ્થાપિત કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઉપરાંત, કોઈ દુષ્ટ શક્તિઓ પ્રવેશતી નથી. આ ઉપરાંત કોઈ ખોટા તંત્ર-મંત્રની પણ અસર થતી નથી. એકદંત સંકષ્ટી ચતુર્થીના દિવસે 'वक्रतुण्डाय हुं' મંત્રનો 108 વાર જાપ કરવાથી ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત થાય છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
કેવી રીતે પૂજા કરવી
- સવારે ઉપવાસનો સંકલ્પ લઈને સ્ત્રીઓએ ભોજન વિના ઉપવાસ કરવો જોઈએ અથવા જરૂર જણાય તો કેટલાક ફળો ખાવા જોઈએ.
- સૂર્યાસ્ત પહેલા સાંજે ભગવાન ગણેશની પૂજા કરો. ભગવાનને નૈવેદ્ય, મીઠાઈ, તલ વગેરેથી પ્રસન્ન કરો.
- આ દિવસે મંત્રો દ્વારા ભગવાન ગણેશનો જાપ કરો, કથાઓ સાંભળો, ગણેશજીની આરતી કરો.
- રાત્રે ચંદ્ર ઉગે ત્યારે ચંદ્રને જળ અર્પણ કરીને તમારા ઉપવાસનો અંત કરો.
- ચંદ્ર 20:42 વાગ્યે ઉગશે