ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પાત્રા ચોલ કૌભાંડ: સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી રિમાન્ડ - સંજય રાઉતની પૂછપરછ

શિવસેનાના સાંસદ સંજય રાઉતને EDએ કસ્ટડીમાં લીધા (sanjay raut was arrested by the ed) છે. ઇડી પાત્રા ચોલ કૌભાંડમાં તપાસ કરી રહી છે. EDએ લગભગ નવ કલાક સુધી તેના નિવાસસ્થાનની તલાશી (Patra Chawl Land Scam) લીધી હતી. હાલ તેમને

Patra Chawl Land Scam
Patra Chawl Land Scam

By

Published : Aug 1, 2022, 7:12 AM IST

Updated : Aug 1, 2022, 4:22 PM IST

મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આખરે સંજય રાઉતની ધરપકડ (shiv sena mp sanjay raut) કરી છે. EDએ પીએમએલએ હેઠળ (sanjay raut was arrested by the ed) સંજયની ધરપકડ અડધી રાત્રે એટલે કે 12 વાગ્યે દર્શાવી છે. હાલમાં સંજય રાઉતને સોમવારે બપોરે લંચ બાદ પીએમએલએ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ EDએ સંજય રાઉતના ઘરેથી 11.50 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા છે. તેમજ EDના વરિષ્ઠ અધિકારીઓ પણ મોડી રાત્રે દિલ્હીથી મુંબઈ પહોંચી ગયા છે. સંજય રાઉતની પૂછપરછ કરવામાં આવી રહી છે. હાલ, કોર્ટે તેમને 4 ઓગસ્ટ સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે

આ પણ વાંચો:પાત્રા ચોલ કૌભાંડ: સંજય રાઉતે કહ્યું- હું મરી જઈશ પણ...

રાઉતની ધરપકડ રાજકીય રીતે પ્રેરિતઃ વકીલ છસંજય રાઉતના વકીલ એડવોકેટ અશોક મુંદરગીએ કોર્ટને કહ્યું કે, સંજય રાઉતની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે. તે હૃદય સંબંધિત બિમારીના દર્દી છે. તેની સર્જરી પણ થઈ હતી. આ અંગેના દસ્તાવેજો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે.

સંજય રાઉતની ધરપકડ:ભાઈ સુનીલ રાઉતે સંજય રાઉતની ધરપકડની માહિતી આપી હતી. તેણે કહ્યું કે ED સંજય રાઉતથી ડરે છે, તેથી તેની ધરપકડ કરી છે. સુનીલે કહ્યું કે નકલી દસ્તાવેજોની મદદથી સંજય રાઉતને પાત્રા ચોલ સાથે જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમનો અવાજ દબાવવા માટે જ આ ધરપકડ કરવામાં આવી છે. જે પણ પૈસા (10 લાખ) મળ્યા તે શિવસૈનિકોની અયોધ્યા મુલાકાત માટે હતા. એ પૈસા પર એકનાથ શિંદે અયોધ્યાયાત્રા પણ લખેલી છે. કેટલાક શિવસૈનિકોએ ED ઓફિસની બહાર સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

મહારાષ્ટ્રને નબળું પાડવાના પ્રયાસ:ED ઓફિસ પહોંચ્યા બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ તેઓ ઝૂકશે નહીં. તેણે કહ્યું કે ED ખોટા પુરાવાઓ બનાવીને તેની ધરપકડ કરવા માંગે છે. જોકે, આ દરમિયાન સંજય રાઉતના વકીલે દાવો કર્યો છે કે, તેમને માત્ર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, કસ્ટડીમાં લેવામાં આવ્યા નથી. લગભગ 6 કલાક પછી સંજયની ધરપકડના સમાચાર આવ્યા.

પાત્રા ચોલ કૌભાંડ: આ પહેલા લગભગ 9 કલાક સુધી EDની ટીમે સંજય રાઉતના ઘરની સર્ચ કરી હતી. ઈડીએ આ દરોડા પાત્રા ચોલ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં (Money Laundering Case) પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગે ભાંડુપમાં રાઉતના ઘરે પહોંચી હતી. સાંજે 4 વાગ્યાની આસપાસ EDએ સંજય રાઉતને કસ્ટડીમાં લીધો હતો. સંજય રાઉતના ઘરની બહાર સમર્થકો એકઠા થયા હતા. તેણે ED ટીમનો રસ્તો રોકી દીધો. જોકે પોલીસે તેને ત્યાંથી હટાવી દીધો હતો.

આ પણ વાંચો:શું છે પાત્રા ચોલ જમીન કૌભાંડ, જેમાં EDએ સંજય રાઉતના ઘરે પાડ્યા દરોડા

ED સંજયને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે:સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે આરોપ લગાવ્યો છે કે, સંજય ઉદ્ધવની સૌથી નજીક છે, તેથી તેને EDએ પૂછપરછ માટે બોલાવ્યો છે. ED પાસે સંજય વિરુદ્ધ કોઈ પુરાવા નથી. તે માત્ર એટલું જ પ્લાન કરી રહી છે કે, જો આ કેસમાં સંજય સામે કોઈ પુરાવા ન મળે તો તેને અન્ય કોઈ કેસમાં કસ્ટડીમાં લઈ લે.

સંજય રાઉતે કહ્યું- પાર્ટી નહીં છોડો: ED ઓફિસ પહોંચ્યા બાદ સંજય રાઉતે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રને નબળું પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ તે ઝુકશે નહીં અને પાર્ટી છોડશે નહીં.

Last Updated : Aug 1, 2022, 4:22 PM IST

ABOUT THE AUTHOR

...view details