મહારાષ્ટ્રઃલોકસભાની ચૂંટણીના શંખ ફૂંકાઇ ગયા છે. દરેક પક્ષના નેતાઓ જંગએ મેદાનમાં જોવા મળી રહ્યા છે. હાથમાં હથિયારો નથી. શબ્દોના પ્રહાર હથિયારોથી ઓછા નથી. કર્ણાટકમાં કોંગ્રેસ કિંગ થવાથી એટલે કે, જીત મેળવાના કારણે ખાલી માત્ર કોંગ્રેસ બેઠી નથી થઇ. પરંતુ તેની સાથે દરેક પક્ષને જીવ આવ્યો છે. એવું નથી કે માત્ર ભાજપનો જ વિજય થાય. બીજી બાજુ કોંગ્રેસે દરેક પાર્ટીની આંખો ખોલી દીધી છે. આ બાજુ હવે મહારાષ્ટ્રમાં પણ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. સંજય રાઉત કહ્યું કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે.
મોદી લહેર સમાપ્ત:શિવસેનાના નેતા સંજય રાઉત મિડિયા સાથેની વાતચિતમાં જણાવ્યું કે મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે. હવે નવી લહેર આવવાની છે. કર્ણાટક ચૂંટણીમાં કોંગ્રેસની જીત પર સંજય રાઉતે કહ્યું કે, બજરંગ બલીએ ભાજપને નહીં. પણ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, 2024ની તૈયારીઓને લઈને રવિવારે શરદ પવારના ઘરે એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. ભાર પૂર્વક મોદી લહેર વિશે વાત કહીને સંજય રાઉતે ફરી રાજકીય ગરમાવો લાવી દીધો.
"મોદી લહેર સમાપ્ત' મોદી લહેર સમાપ્ત થઈ ગઈ છે અને હવે દેશમાં અમારી લહેર આવવાની છે. 2024ની લોકસભા ચૂંટણી માટે અમારી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આજે શરદ પવારની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવવામાં આવી છે, જેમાં 2024ની લોકસભા ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે"--સંજય રાઉત(શિવસેનાના નેતા )
કર્ણાટકમાં બધું શાંતિપૂર્ણ: લોકોએ બતાવ્યું છે કે, સરમુખત્યારશાહીને હરાવી શકાય છે. જો કોંગ્રેસ જીતી ગઈ છે તો તેનો અર્થ એ છે કે, બજરંગ બલી કોંગ્રેસ સાથે છે, ભાજપ સાથે નથી. આપણા ગૃહપ્રધાન કહેતા હતા કે, જો ભાજપ હારી જશે તો રમખાણો થશે. કર્ણાટકમાં બધું શાંતિપૂર્ણ અને ખુશ છે. રવિવારે સાંજે 4.30 વાગ્યે NCP પ્રમુખ શરદ પવારના ઘરે મહાવિકાસ અઘાડીની બેઠક બોલાવવામાં આવી છે. શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, નાના પટોલે, અજિત પવાર, બાળાસાહેબ થરોટ સહિતના આગેવાનો હાજરી આપશે. કર્ણાટકમાં કોંગ્રેસની જીતથી વિપક્ષ ઉત્સાહિત છે. એક રીતે માત્ર કોંગ્રેસ જ નહીં પરંતુ સમગ્ર વિપક્ષને 2024 માટે લાઈફલાઈન મળી ગઈ છે.
- Maharashtra political Crisis: મહારાષ્ટ્ર કેસની સુનાવણી હવે મોટી બેંચમાં થશે
- Maharashtra Politics: મહારાષ્ટ્રમાં શિંદે સરકાર 15થી 20 દિવસમાં પડી જશે - સંજય રાઉત
- Maharashtra Bhushan Award 2022: અમિત શાહ મહારાષ્ટ્રાના સામાજિક કાર્યકર અપ્પાસાહેબ ધર્માધિકારીને મહારાષ્ટ્ર ભૂષણ એવોર્ડથી સન્માનિત કરશે