મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાલ ઠાકરે)ના નેતા સંજય રાઉતે અજિત પવારના ભાજપમાં જોડાવાના સમાચારને નકારી કાઢ્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે, NCPમાં અજિત પવારનું ભવિષ્ય ઉજ્જવળ છે અને તેઓ ભાજપમાં જોડાઈ શકે નહીં. બુધવારે મીડિયાને સંબોધતા સંજય રાઉતે કહ્યું છે કે, NCP નેતા અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા છે. મને નથી લાગતું કે તે ભાજપમાં જોડાશે.
આ પણ વાંચોઃPM Modi in Rozgar Mela: પીએમ મોદી રોજગાર મેળામાં 71,000 નિમણૂક પત્રોનું કરશે વિતરણ
અજિત પવારનું રાજકીય ભવિષ્ય ખૂબ ઉજ્જવળઃ રાઉતે કહ્યું કે, NCP સાથે અજિત પવારનું રાજકીય ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમને અજિત પવારમાં પૂરો વિશ્વાસ છે. સંજય રાઉતે કહ્યું કે, તેઓ ટૂંક સમયમાં અજિત પવાર અને નાના પટોલે સાથે આ અંગે ચર્ચા કરશે. 16મીએ નાગપુરમાં તેમની મોટી રેલી છે. તે રેલી પહેલા તેમની સાથે વાત કરશે. સંજય રાઉતે કહ્યું કે, એનસીપી ચીફ શરદ પવાર પાલક છે. તેઓએ હમણા એનસીપી સુપ્રીમો શરદ પવારને મળ્યા હતા. શરદ પવાર સાથે તેમના સારા સંબંધો છે. આ સાથે સંજય રાઉતે નીતીશ કુમારની મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથેની મુલાકાતનું સ્વાગત કર્યું છે.