- અમિત શાહ અને NCPના પ્રમુખ શરદ પવાર વચ્ચે બેઠક થઈ હોવાની અટકળો
- કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએઃ સંજય રાઉત
- અમિત શાહ અને પવાર વચ્ચે કોઈ મુલાકાત થઈ નથીઃ NCP નેતા નવાબ મલિક
નવી દિલ્હીઃ અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCPના પ્રમુખ શરદ પવારની બેઠકને લઈને અટકળો ચાલી રહી છે. રવિવારે પત્રકારો દ્વારા અમિત શાહને આ બેઠક અંગે પૂછવામાં આવ્યું હતું. આ અંગે જવાબ આપતા અમિત શાહે કહ્યું કે, બધું જાહેર કરી શકાતું નથી. આ બાબત પર શિવસેનાએ કહ્યું કે, કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ અને હવે અફવાઓનો અંત લાવો. જોકે, NCP નેતા નવાબ મલિકે કહ્યું કે, અમિત શાહ અને પવાર વચ્ચે કોઈ મુલાકાત થઈ નથી.
શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરી અફવાઓનો અંત લાવવા કહ્યું
શિવસેના સાંસદ સંજય રાઉતે ટ્વીટ કરી કહ્યું કે, કેટલીક બાબતો સમય સાથે સ્પષ્ટ થવી જોઈએ, નહીં તો મૂંઝવણ ઉભી થઈ શકે છે. હું વિશ્વાસ સાથે કહું છું કે, શરદ પવાર અને અમિત શાહ વચ્ચે અમદાવાદમાં કે બીજે ક્યાંય કોઈ ગુપ્ત મીટિંગ થઈ નથી. હવે અફવાઓનો અંત લાવો.
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને NCP સુપ્રીમો શરદ પવારની અમદાવાદમાં મુલાકાત