- પોલીસે ડ્રગ્સ કેસમાં સંકળાયેલા ફિલ્મ નિર્માતાની ધરપકડ કરી
- કેમ્પેગૌડા ફિલ્મ નિર્માતા શંકર ગૌડા ડ્રગ્સના કેસમાં પોલીસની કસ્ટડીમાં
- ડ્રગ ડીલરના નેટવર્કને જડમૂળથી ખત્મ કરવા પોલીસ દિવસ- રાત કાર્યરત
બેંગલુરુ :ગોવિંદપુરા પોલીસે ડ્રગ્સ કેસમાં બિગ બોસના સ્પર્ધક અને ડ્રગ્સ ડીલર નેટવર્ક સાથે સંકળાયેલા એક ફિલ્મ નિર્માતાની ધરપકડ કરી છે. કેમ્પેગૌડા ફિલ્મ નિર્માતા શંકર ગૌડા હાલમાં ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરવા માટે પોલીસ કસ્ટડીમાં છે.
ડ્રગ ડીલરના નેટવર્કને જડમૂળથી ખત્મ કરવા પોલીસ દિવસ- રાત કાર્યરત
પોલીસ લાંબા સમયથી ડ્રગ ડીલરના નેટવર્કને જડમૂળથી ખત્મ કરવા માટે રાત દિવસ એક થઈ રહી છે. તે જ સમયે, પોલીસ આ કેસમાં સામેલ અનેક હસ્તિઓના નામ સામે આવ્યા પછી ડ્રગ્સ નેટવર્કના ફેલાયેલા મૂળોને નિયંત્રિત કરવા માટે પોલીસ દરેક પ્રકારની હલચલ પર નજર રાખી રહી છે.