- રેતી કલાકાર દ્વારા રેતીથી વિવિધ કલાકૃતિઓ બનાવવામાં આવે છે
- અશોક કુમાર એક રેતી કલાકાર છે
- અશોક કુમારે માતાનું સ્વરૂપ બનાવ્યું છે
છપરા: છપરામાં મધર્સ ડે નિમિત્તે બિહારના સુદર્શન પટનાયક તરીકે ઓળખાતા અશોક કુમારે આજે એક એવું આર્ટવર્ક બનાવ્યું છે, જેને જોતાની સાથે જ મંત્રમુગ્ધ થઈ જશો. અશોક કુમાર એક રેતી કલાકાર છે. મોટેભાગે તેઓ સરયૂ નદીના કાંઠે રેતી પર તેમનું આર્ટવર્ક બનાવે છે. તેમના હાથની કુશળતાથી તેઓ એક કરતા વધુ આર્ટવર્ક બનાવે છે. આજે અશોક કુમારે માતાનું સ્વરૂપ બનાવ્યું છે.
રેતી કલાકાર અશોક કુમારે મધર્સ ડે પર છાપરામાં બનાવ્યુ આકર્ષક રેતી આર્ટવર્ક આ પણ વાંચોઃઆ કલાકાર સ્કલ્પચર દ્વારા દેશ દુનિયા માં પહોંચાડવા માગે છે ગાંધી વિચાર
સરયૂના કિનારે બનાવે છે કલાકૃતિ
બિહારના આ રેતી કલાકાર દ્વારા રેતીથી વિવિધ કલાકૃતિઓ બનાવવામાં આવે છે. તેમની રેતી કળા જોવા માટે લોકોનો ધસારો રહેતો હોય છે. તે બિહારનો એકમાત્ર કલાકાર છે કે જેણે રેતી પર એક થી એક ચઢીયાતી કલાકૃતિઓ બનાવી છે.
આ પણ વાંચોઃશારીરિક રીતે વિકલાંગ છતાં ઉત્કૃષ્ટ કલાકાર
બિગ બી થી લઇને સોનુ સૂદના આકારો કોતરવામાં આવ્યા છે
આ પહેલા અશોક કુમારે રેતી પર બોલિવૂડ સ્ટાર બિગ બી, સોનુ સૂદ, ચિરંજીવી સહિતના કલાકારોનું આર્ટવર્કની કોતરણી કરી ચૂક્યા છે. આ સાથે તેમણે નીતીશ કુમારનું આર્ટવર્ક પણ બનાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, આ બધી કલાકૃતિઓ જોવા માટે ઘણા લોકો એકઠા થઈ રહ્યા છે. આ માટે અશોકની પણ પ્રશંસા કરવામાં આવે છે.