નવી દિલ્હી : સનાતન પર ઉદયનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને 262 વ્યક્તિઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરજદારોએ ભારતના મુખ્ય ન્યાયાધીશને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરવામાં આવી છે. અરજદારોએ કહ્યું છે કે, દ્વેષપૂર્ણ ભાષણથી સમાજમાં વિસંગતતા અને સાંપ્રદાયિક હિંસાનો ભય છે.
સુપ્રીમ કોર્ટમાં અરજી : મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ઉદયનિધિ સ્ટાલિન દ્વારા આપવામાં આવેલ નિવેદન સાંપ્રદાયિકતાને ભડકાવી શકે છે. આનાથી ભારતના સામાન્ય નાગરિકો અને ખાસ કરીને સનાતનની લાગણીને તકલીફ થઈ છે. આ પત્રમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડને આ મામલાની સ્વતઃ સંજ્ઞાન લેવાની વિનંતી કરવામાં આવી છે. આ મામલામાં એફઆઈઆર નોંધવામાં આવે તેની રાહ જોયા વિના આ બાબતનું સંજ્ઞાન લેવામાં આવે તેવી મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરવામાં આવી છે. આ હસ્તીઓમાં ઘણા ભૂતપૂર્વ ન્યાયાધીશો અને અમલદારોનો સમાવેશ થાય છે. જેમાં સુપ્રીમ કોર્ટના શાહીન અબ્દુલ્લી વિરુદ્ધ ભારત સંઘના તાજેતરના નિર્ણયને ટાંકવામાં આવ્યો છે.