- નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ કાયદાને કાળો ગણાવ્યો
- સરકારે ખેડૂતોને પૂછ્યું હતું કે, નવા કૃષિ કાયદામાં કાળું શું છે?
- ખેડૂતોએ સરકારના પ્રશ્નનો જવાબ આપતા પરિપત્ર જાહેર કર્યો
આ પણ વાંચોઃદિલ્હી ખેડૂત હિંસા ઘટના બાદ ખેડૂતોના વિરોધમાં ડીસાના ખેડૂતોએ આપ્યું આવેદનપત્ર
નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા અંગે હજી પણ દિલ્હીમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. એક તરફ ખેડૂતો આ કાયદાને કાળો કાયદો ગણાવી રહ્યા છે. તો બીજી તરફ સરકાર ખેડૂતોને વારંવાર પૂછી રહી છે કે, આ કાયદામાં કાળું શું છે. આ પ્રશ્નનો જવાબ આપતા સંયુક્ત કિસાન મોરચા તરફથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે તમામ રાજ્યોને મોકલવામાં આવ્યો છે. આ પરિપત્રમાં કાયદામાં રહેલી ખામી અંગે લખવામાં આવ્યું છે.