ન્યુઝ ડેસ્ક : સ્માર્ટફોન બનાવતી કંપની સેમસંગ (Samsung) માર્કેટમાં બે નવા સ્માર્ટફોન લૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે, કંપનીએ આ અંગે હજું કોઈ ખાસ સ્પષ્ટતા કરી નથી. એક રીપોર્ટ અનુસાર કોરિયન કંપની આ વર્ષે કંઈક મોટું કરવાની તૈયારીમાં છે. જેથી કંપનીનું વિસ્તરણ થશે. ગ્રાહકોને વધુ નવા ફીચર્સ અને એપ્સનો (Feature And Application) લાભ આપવા માટે કંપનીએ આવું પગલું ભર્યું છે. પણ કંપનીએ હજુ સુધી આ બે સ્માર્ટફોનને લૉંચ કરવાની તારીખ જાહેર નથી કરી. આ બંને સ્માર્ટફોન Galaxy A04 અને Galaxy A13S હોઈ શકે છે.
આ પણ વાંચો -WhatsApp તેના વપરાશકર્તાઓ માટે લાવ્યુ આ નવુ ફિચર્સ, જાણો તેના વિશે
બે નવા ફોન થશે લોન્ચ - Galaxy A04 અને Galaxy A13Sના મોડલ ક્રમશ: SM-A045F, SM-A137F છે. હજુ સુધી આ સ્માર્ટફોન અંગે કોઈ ફીચર્સ કે હાડવેર સંબંધી કોઈ વિગત સામે આવી નથી. માર્કેટમાં લાવવાની તૈયારી વખતે કંપની કોઈ વિગત જાહેર કરી શકે છે. રીપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે, Galaxy A04 અને Galaxy A04S લાઈટ વર્ઝન હોઈ શકે છે. કંપનીએ આ નવા બે સ્માર્ટફોન (Smartphone)નો કોઈ પ્રકારનો લુક જાહેર કર્યો નથી. જોવાનું એ રહેશે કે, આ સ્માર્ટફોન (Smartphone) નો લુક કેવો છે.