- નવાબ મલિકના આરોપો સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા
- કલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું
- દરોડામાં 14.56 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી
મુંબઈ: NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ (NCB Zonal Director Sameer Wankhede )કહ્યું છે કે નવાબ મલિક(Nawab Malik)ના આરોપો પાયાવિહોણા છે. તેમણે કહ્યું કે 2017માં જપ્ત કરાયેલી નકલી નોટોની ફેસ વેલ્યુ 14 કરોડ નહીં પણ 10 લાખની આસપાસ હતી. આ કેસમાં 3 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તે સમયે ડીઆરઆઈએ આ મામલાની તપાસ માટે એનઆઈએનો સંપર્ક કર્યો હતો, પરંતુ એનઆઈએએ મામલો પોતાના હાથમાં લીધો ન હતો.
દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો
અગાઉ, મહારાષ્ટ્રના પ્રધાન (Minister of Maharashtra)અને NCP નેતા નવાબ મલિકે આજે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે 8 ઓક્ટોબર, 2017 ના રોજ ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ BKC (બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ) ખાતે દરોડા પાડ્યા હતા જેમાં 14.56 કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો ઝડપાઈ હતી. પરંતુ જપ્તીમાં 8.80 લાખ દર્શાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે મામલો થાળે પાડ્યો હતો. નકલી નોટો ચલાવનારાઓને તત્કાલિન સરકારનું રક્ષણ હતું.