- મલિકે વાનખેડે પર 70 લાખનો શર્ટ અને 50 લાખની ઘડિયાળ પહેરવાનો લગાવ્યો આરોપ
- યાસ્મીન એ કહ્યું કે, મલિક મંદબુદ્ધિ વ્યક્તિ છે, તેને માનસિક ચેકઅપ કરાવવું જોઇએ
- વાનખેડે એ કહ્યું કે તેને ફસાવવાનાં તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે
મુંબઈ : NCB ઝોનલ ઓફિસર સમીર વાનખેડેની બહેન યાસ્મીન વાનખેડે(Yasmin Wankhede, sister of NCB zonal officer Sameer Wankhede) એ મહારાષ્ટ્રનાં પ્રધાન નવાબ મલિક પર આકરા પ્રહારો કર્યા(Maharashtra Minister Nawab Malik slammed) છે. યાસ્મિને નવાબ મલિકને મંદબુદ્ધિ પણ કહ્યાં છે. નવાબ મલિકે સમીર વાનખેડે પર 70 લાખની કિંમતનો શર્ટ અને 50 લાખની ઘડિયાળ પહેરવાનો આરોપ લગાવ્યો હતો. આનાં પર સમીર વાનખેડે અને તેની બહેન યાસ્મીન બંનેએ આરોપનો વળતો જવાબ પણ આપ્યો છે.
યાસ્મીને નવાબને મંદબુદ્ધિનાં કહ્યાં
નવાબ મલિકના આરોપો પર યાસ્મીન વાનખેડેએ કહ્યું કે, તે એક મંદબુદ્ધિ વ્યક્તિ છે, માનસિક સ્થિતિનું ચેકઅપ કરાવવું જોઇએ. તેઓ રોજ અમારા પર આરોપ લગાવી રહ્યા છે અને અમારે શું સાંભળતાં રહેવું. તેના ભાઇ પાસે જે ધડીયાલ છે તે તેની માતાએ ભેટમાં આપેલી છે અને તેનો ભાઈ શોપિંગ માટે આખા વર્ષ દરમિયાન પૈસા ભેગા કરે છે અને વર્ષમાં એકવાર શોપિંગ કરીને આખું વર્ષ ચલાવે છે. તેમજ મલિકનો જમાઈ ક્યારેય જૈગુઆર પાસે ઊભો હોય છે, તો તેમની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યાં અને ત્રણ-ચાર કરોડનાં વાહનો લઈને ફરે છે.
મલિકનાં આરોપો પર સમીર વાનખેડેનો જવાબ