- NCB અધિકારીના હોદ્દા સાથેનો એક અનામી પત્ર મળ્યોઃ નવાબ
- નવાબ મલિકે સમીર વાનખેડે પર લાંચ લેવાનો આરોપ લગાવ્યો
- સમીર વાનખેડે બે ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર કાર્ય કરી રહ્યા હતાઃ નવાબ
મુંબઈઃ ક્રૂઝ શિપ ડ્રગ પાર્ટી(Cruise Ship Drug Party)નો મામલો સામે આવ્યા બાદ બે અઠવાડિયાથી વધુ સમયથી બયાનબાજી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) નેતા નવાબ મલિકે પણ ટિપ્પણી કરી છે. તેણે કહ્યું છે કે તેને NCB(નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો) અધિકારીના હોદ્દા સાથેનો એક અનામી પત્ર મળ્યો છે.
નવાબ મલિકેનું નિવેદન...
નવાબ મલિકે(Nawab Malik) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ, NCB અધિકારીનો અનામી પત્ર નાર્કોટિક્સ મહાનિર્દેશકને મોકલ્યો છે, જેમાં વિનંતી કરવામાં આવી છે કે આ પત્રને NCB અધિકારી સમીર વાનખેડે પર કરવામાં આવી રહેલી તપાસમાં સામેલ કરવામાં આવે. તેમણે કહ્યું કે એનસીપી તપાસની માંગ કરે છે. NCB અધિકારી સમીર વાનખેડે મુંબઈ અને થાણેમાં બે ખાનગી વ્યક્તિઓ દ્વારા ગેરકાયદેસર રીતે કેટલાક લોકોના મોબાઈલ ફોનને અટકાવી રહ્યા છે.