અમદાવાદસુપ્રીમ કોર્ટ આજે સમલૈંગિક લગ્ન સંબંધિત 2 અરજીઓ પર સુનાવણી (Same Sex Marriage Plea in Supreme Court) 13 માર્ચે કરશે. આ બંને અરજીઓ દિલ્હી અને કેરળ હાઈકોર્ટમાં પેન્ડિંગ (Supreme Court hearing) હતી. સુપ્રીમ કોર્ટ આ અરજીઓને સર્વોચ્ચ અદાલતમાં ટ્રાન્સફર કરવાની માગ પર સુનાવણી કરવા સહમત થઈ છે. ત્યારે આની પર સૌની નજર મંડાયેલી છે.
બંગાળ અને દિલ્હીના વ્યક્તિએ કરી અરજી આ 2 અરજીમાંથી એક અરજી પશ્ચિમ બંગાળના સુપ્રિયો ચક્રવર્તી અને દિલ્હીના અભય ડાંગેએ દાખલ કરી છે. તેઓ બંને લગભગ 10 વર્ષથી સાથે રહેતા હતા અને ડિસેમ્બર 2021માં હૈદરાબાદમાં લગ્ન કર્યા હતા. હવે તેઓ ઈચ્છે છે કે, તેમના લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ માન્યતા આપવામાં આવે. બીજી અરજી પાર્થ ફિરોઝ મેહરોત્રા અને ઉદય રાજની છે, જેઓ 17 વર્ષથી રિલેશનશિપમાં છે. તેઓ દાવો કરે છે કે તેઓ એક સાથે બે બાળકોનો ઉછેર કરી રહ્યા છે, પરંતુ તેમના લગ્ન કાયદેસર રીતે પૂર્ણ થયા નથી. જેના કારણે તેઓ કાયદેસર રીતે તેમના બાળકોના માતા-પિતા ન કહી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
કાયદાકીય પ્રશ્નો થશે દૂરઆપને જણાવી દઈએ કે, ભારતીય કાયદા અનુસાર લગ્ન ફક્ત સ્ત્રી અને પૂરૂષ વચ્ચે જ થઈ શકે છે, પરંતુ સમાન કાયદામાં સમલૈંગિક લગ્નનો સમાવેશ કરવાનો અવકાશ શોધી રહેલા લોકો દલીલ કરે છે કે, કાયદામાં પત્નીની વ્યાખ્યા તેના લિંગને સ્પષ્ટ કરતી નથી. જો 'વાઈફ' શબ્દને જેન્ડર ન્યુટ્રલ ગણવાની માગને મંજૂર કરવામાં આવશે. તો સમલૈંગિકો વચ્ચેના લગ્નને કાયદાકીય માન્યતા તો મળશે જ, પરંતુ તેમની વચ્ચેના સંપતિના અધિકાર, બાળક દત્તક લેવાનો અધિકાર જેવા જટિલ કાયદાકીય પ્રશ્નો પર શંકા દૂર થશે.
સ્પેશિયલ મેરેજ એક્ટને જેન્ડર ન્યુટ્રલ બનાવવાની માગઅરજદારોનું કહેવું છે કે, સમલૈંગિક લગ્નને માન્યતા ન મળવાથી સમલૈંગિક યુગલોના મિલકત, ગ્રેચ્યૂઈટી, દત્તક લેવા, સરોગસી જેવા મૂળભૂત અધિકારો પર અસર થાય છે. સંયુક્ત બેન્ક ખાતું ખોલાવવામાં પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટની કલમ 4 કોઈ પણ બે વ્યક્તિઓને લગ્ન કરવાની મંજૂરી આપે છે, પરંતુ પેટા-કલમ (C) હેઠળ માત્ર એક પૂરૂષ અને સ્ત્રી લગ્ન માટે અરજી કરી શકે છે. તેથી જ પિટિશનમાં માગ કરવામાં આવી રહી છે કે, સ્પેશિયલ મેરેજ એક્ટને લિંગ તટસ્થ બનાવવામાં આવે.
દિલ્હી અને કેરળ HCમાં 9 અરજી દાખલ ચીફ ફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ પી. એસ. નરસિમ્હાની બેન્ચે દેશની અલગ અલગ હાઈકોર્ટમાં સમલૈંગિક લગ્ન પર પડતર કેસોને પણ ધ્યાનમાં લીધા હતા. આ પહેલા પણ સુપ્રીમ કોર્ટે આવી અનેક અરજીઓ પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સ્પેશિયલ મેરેજ એક્ટ, ફોરેન મેરેજ એક્ટ અને હિન્દુ મેરેજ એક્ટ હેઠળ સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટે ફક્ત દિલ્હી હાઈકોર્ટ અને કેરળ હાઈકોર્ટમાં 9 અરજીઓ દાખલ કરવામાં આવી છે.
વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે 158 વર્ષ જૂના કાયદાને રદ કર્યો હતો6 સપ્ટેમ્બર 2018ના દિવસે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે સમલૈંગિકતાને અપરાધ ગણાવતા 158 વર્ષ જૂના કાયદાને ફગાવી દીધો હતો. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ તે સમયે કાયદાને ફગાવી દેનારી બેન્ચમાં હતા. આ કાયદો રદ થયા પછી સમલૈંગિકતા પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાયો અને સમલૈંગિક લગ્ન માટે મજબૂત ગ્રાઉન્ડ તૈયાર થઈ શકે. દેશમાં મોટા ભાગના લોકો તેમના ધાર્મિક રિવાજો અનુસાર લગ્ન કરે છે. તેમની ધાર્મિક માન્યતાઓ અનુસાર, કાયદા પણ બનાવવામાં આવ્યા છે. આ કાયદાઓમાં સમલૈંગિક લગ્નનો કોઈ ઉલ્લેખ નથી. આવી સ્થિતિમાં સમલૈંગિક લગ્ન કરવા માગતા યુગલો લગ્ન કરી શકતા નથી. જો તેઓ રિવાજ મૂજબ લગ્ન કરે તો પણ તેઓ તેને કાયદેસર રીતે નોંધણી કરાવી શકતા નથી. આવી સ્થિતિમાં આ લગ્નને કોઈ કાયદાકીય માન્યતા મળતી નથી.