સંભલ: જિલ્લાના ચંદૌસી વિસ્તારમાં ગુરુવારે કોલ્ડ સ્ટોરેજ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 શ્રમિકોના મોત થયા હતા. ગુરુવારે ઇસ્લામ નગર રોડ પર કોલ્ડ સ્ટોરેજ ચેમ્બરની છત અચાનક ધરાશાયી થઈ હતી. જેના કારણે 50થી વધુ શ્રમિકો કાટમાળ નીચે દટાયા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચીને રાહત કામગીરી શરૂ કરી હતી.
10 શ્રમિકોના મોત:સંભલ કોલ્ડ સ્ટોરેજ અકસ્માતમાં 10 શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે. તે જ સમયે એનડીઆરએફનું બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બેદરકારીના કારણે સંભલના પ્રભારી પ્રધાન ધરમપાલ સિંહે જિલ્લા બાગાયત અધિકારીને સસ્પેન્ડ કરી દીધા છે. શિક્ષણ પ્રધાન ગુલાબ દેવી, પ્રભારી પ્રધાન ધરમપાલ સિંહ, કમિશનર અને ડીઆઈજી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
આ પણ વાંચો:Delhi Excise Policy : રિમાન્ડ પૂરા થયા બાદ ED આજે મનીષ સિસોદિયાને કોર્ટમાં રજૂ કરશે
માલિક વિરુદ્ધ કેસ:મુરાદાબાદ ડીઆઈજી શલભ માથુરે જણાવ્યું કે કોલ્ડ સ્ટોરેજના માલિક વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી હજુ ફરાર છે. છત ધરાશાયી થવાને કારણે કુલ 24 લોકો કાટમાળ નીચે દટાયા હતા. સંભલ કોલ્ડ સ્ટોરેજ વેરહાઉસને તોડી પાડવામાં મૃત્યુઆંક વધીને 10 થઈ ગયો છે. કેટલાક લોકો હજુ પણ ગુમ છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો શોધ અને બચાવ કામગીરીમાં લાગેલી છે. અત્યાર સુધીમાં 21 લોકોને બચાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો:FIRE IN SECUNDERABAD : સિકંદરાબાદના સંકુલમાં લાગી ભીષણ આગ,6 ના મોત
21 લોકોનું રેસ્કયૂ: NDRFની ટીમે અત્યાર સુધીમાં 21 લોકોને કાટમાળમાંથી બચાવ્યા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જેમાંથી 6 શ્રમિકોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સીએમ યોગી આદિત્યનાથે પણ આ ઘટના અંગે ટ્વીટ કર્યું હતું. સંભલના ડીએમ મનીષ બંસલે જણાવ્યું કે ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. કાટમાળમાં ફસાયેલા લોકોને ટીમ શોધી રહી છે. 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાં 10 લોકોના મોત થયા છે.