ગુજરાત

gujarat

ETV Bharat / bharat

'સનરાઇઝ ઓવર અયોધ્યા' માં સલમાન ખુર્શીદે કહ્યું, અયોધ્યા પર કોર્ટનો નિર્ણય સાચો છે

'સનરાઈઝ ઓવર અયોધ્યા' (sunrise over ayodhya) પુસ્તકમાં સલમાન ખુર્શીદે (salman khurshid) લખ્યું છે કે, કોંગ્રેસ (Congress) માં એક એવો વર્ગ છે જેને અફસોસ છે કે પાર્ટીની ઈમેજ અલ્પસંખ્યક તરફી પાર્ટી જેવી થઈ ગઈ છે. આ લોકો નેતૃત્વમાં જનોઈધારી ઓળખની હિમાયત કરે છે.

sunrise over ayodhya
sunrise over ayodhya

By

Published : Nov 11, 2021, 10:48 AM IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે નવો રાજકીય વિવાદ સર્જ્યો
  • સલમાન ખુર્શીદે 'સનરાઈઝ ઓવર અયોધ્યા' પુસ્તક બહાર પાડ્યું
  • પુસ્તકમાં તેમણે અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ કોંગ્રેસ (Congress) ના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે (salman khurshid) 'સનરાઈઝ ઓવર અયોધ્યા' (sunrise over ayodhya) પુસ્તક બહાર પાડીને નવો રાજકીય વિવાદ સર્જ્યો છે. પુસ્તક અયોધ્યા પર સુપ્રિમ કોર્ટના ચુકાદાને સમર્થન આપે છે પરંતુ હિન્દુત્વની તુલના ISIS અને બોકો હરામ જેવા આતંકવાદી સંગઠનોની "જેહાદી ઇસ્લામી વિચારસરણી" સાથે કરે છે. આ પુસ્તકના વિમોચન પ્રસંગે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહ અને પૂર્વ કેન્દ્રીયપ્રધાન પી. ચિદમ્બરમ પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: આજે તમિલનાડુના તટ પર પહોંચી શકે છે ચક્રવાત, રેડ એલર્ટ, અત્યાર સુધીમાં 12ના મોત

પુસ્તક હિન્દુત્વની તુલના "જેહાદી ઇસ્લામી વિચારસરણી" સાથે કરે છે

ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન સલમાન ખુર્શીદે (salman khurshid) તેમના પુસ્તકમાં લખ્યું છે કે 'આજે હિન્દુત્વનું રાજકીય સ્વરૂપ એક રીતે ઋષિ- મુનિઓના સનાતન અને પ્રાચીન હિન્દુ ધર્મને બાજુ પર મૂકી રહ્યું છે, જે ચોક્કસપણે ISIS અને બોકો હરામ જેવા જેહાદી ઇસ્લામિક સંગઠનો જેવા જ લાગે છે.' જોકે આ પુસ્તકમાં તેમણે અયોધ્યા વિવાદ પર સુપ્રિમ કોર્ટના નિર્ણયની પ્રશંસા કરી છે. 'સનરાઈઝ ઓવર અયોધ્યા' (sunrise over ayodhya) પુસ્તકમાં સલમાન ખુર્શીદે (salman khurshid) લખ્યું છે કે, કોંગ્રેસમાં એક એવો વર્ગ છે જેને અફસોસ છે કે પાર્ટીની ઈમેજ અલ્પસંખ્યક તરફી પાર્ટી જેવી થઈ ગઈ છે. આ લોકો નેતૃત્વમાં જનોઈધારી ઓળખની હિમાયત કરે છે. આ લોકોએ અયોધ્યા પર સુપ્રિમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, હવે આ જગ્યા પર ભવ્ય મંદિર બનાવવું જોઈએ. તેમણે કહ્યું કે, ન્યાયના સંદર્ભમાં જીવન ખામીઓથી ભરેલું છે પરંતુ કેટલાક લોકો ચુકાદા સાથે સહમત ન હોય તો પણ સાથે મળીને ગોઠવણ કરવાની જરૂર છે.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદીએ ઇન્ટરનેશનલ સોલર એલાયન્સમાં અમેરિકાનું સ્વાગત કર્યું

અયોધ્યા ચુકાદો બન્ને પક્ષોએ સ્વીકાર્યો હતો, તેથી તે 'યોગ્ય ચુકાદો' બન્યો: પી. ચિદમ્બરમ

આ પ્રસંગે કોંગ્રેસ (Congress) નેતા પી. ચિદમ્બરમે કહ્યું કે, 6 ડિસેમ્બર 1992ના રોજ જે પણ થયું તે ઘણું ખોટું હતું. તે આપણા બંધારણને બદનામ કરે છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ એક વર્ષમાં તમામને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. જાણે કે કોઈએ જેસિકાને મારી નથી તેમ બાબરી મસ્જિદને કોઈએ તોડી નથી. તેમણે ટોણો માર્યો અને કહ્યું 'લોકોએ સ્વીકારી લીધું એટલે નિર્ણય યોગ્ય લાગ્યો. ' ચિદમ્બરમે કહ્યું કે, આ શોધ આપણને હંમેશ માટે પરેશાન કરશે કે જવાહરલાલ નેહરુ, મહાત્મા ગાંધી, એપીજે અબ્દુલ કલામના આ દેશમાં, ખાસ કરીને આઝાદીના 75 વર્ષ પછી, અમને એ કહેતા શરમ નથી આવતી કે બાબરી મસ્જિદને કોઈએ તોડી નથી. તેમણે કહ્યું કે અયોધ્યા ચુકાદો બન્ને પક્ષોએ સ્વીકાર્યો હતો, તેથી તે 'યોગ્ય ચુકાદો' બન્યો.

ABOUT THE AUTHOR

...view details