હૈદરાબાદઃ સલમાન ખાન બોલિવુડની જ નહીં બોક્સ ઓફિસના પણ ગોડફાધર (Salman Khan is the godfather of box office) છે. દર વર્ષે તેમની ફિલ્મો ટિકિટ વિન્ડો પર લાંબી લાંબી લાઈન લગાવે છે. સલમાન પોતાના ફેન્સને ક્યારેક ઈદ તો ક્યારેક દિવાળી પર ગિફ્ટ આપતા રહે છે. સલમાન ભાઈનો આજે (27 ડિસેમ્બરે) 56મો જન્મદિવસ છે. તો આ દિવસે આપણે વાત કરીશું સલમાન ખાનની 10 અપકમિંગ ફિલ્મોની, જે વર્ષ 2022માં ધમાલ (Salman khan upcoming movies for 2022) મચાવી શકે છે.
કિક-2
સલમાન ખાનની ફિલ્મ 'કિક' (2014)ની સિક્વલ 2022માં રિલીઝ થઈ શકે છે. ફિલ્મનું નિર્દેશન સાજિદ નડિયાદવાલાના હાથમાં છે. ફિલ્મના પહેલા પાર્ટમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ હતી, પરંતુ ફિલ્મના સિક્વલ માટે કોઈ અભિનેત્રી મળી નથી. ફિલ્મ અત્યારે અંડર પ્રોડક્શન છે.
બુલબુલ મેરેજ હોલ
રોહિત ઐયરના નિર્દેશનમાં તૈયાર થતી ફિલ્મ 'બુલબુલ મેરેજ હોલ'માં સલમાન ખાન લીડ રોલમાં જોવા (Salman khan upcoming movies for 2022) મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડેઝી શાહ ફિલ્મની હીરોઈન હશે અને ફિલ્મમાં કોમેડિયન સુનીલ ગ્રોવર પણ હશે. ફિલ્મ વર્ષ 2022 માટે નક્કી કરવામાં આવી છે.
ટાઈગર- 3
મનીષ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ 'ટાઈગર-3' પર કામ ચાલી રહ્યું છે. ફિલ્મનું આવતા વર્ષે (2022) જાન્યુઆરીમાં દિલ્હીમાં શૂટિંગ (Salman khan upcoming movies for 2022) કરશે. અહીં સલમાન અને કેટરીના ફિલ્મના રોમેન્ટિક સીન માટે શૂટ કરશે. ફિલ્મ એપ્રિલ 2022માં રિલીઝ માટે શિડ્યુલ કરવામાં આવી છે.
ઈંશાલ્લાહ
મીડિયાનું માનીએ તો સલમાન ખાન ફિલ્મ 'હમ દિલ દે ચૂકે સનમ'ના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની સાથે ફરી એક વાર કામ કરતા જોવા (Salman khan upcoming movies for 2022) મળશે. ફિલ્મનું નામ 'ઈંશાલ્લાહ' બતાવાઈ રહ્યું છે, જેમાં સલમાનની સામે આલિયા ભટ્ટ જોવા મળી શકે છે.
દબંગ -4
'દબંગ' ફ્રેન્ચાઈઝીની ચોથી ફિલ્મ પણ વર્ષ 2022માં રિલીઝ (Salman khan upcoming movies for 2022) થઈ શકે છે. ફિલ્મના ચોથા ભાગમાં સલમાન ખાનનું ચુલબુલ પાંડેવાળું પાત્ર વધુ સારું કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ફિલ્મ આવતા વર્ષે ફિલ્મી પડદે આવી શકે છે. ફિલ્મ 'દબંગ-4'નું નિર્દેશન પણ પ્રભુદેવા કરશે.