ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સલમાન ખાને શેર કરી તસવીર, કેપ્શન વાંચીને ચાહકો ચડ્યા ચકરાવે - SALMAN KHAN SHARES HIS PIC

સલમાન ખાને સોશિયલ મીડિયા (Social Media) પર તસવીર શેર કરીને તેના લાખો-કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. ભાઈજાનની તસવીર ચાહકોને ખુબ પસંદ આવી રહી છે, પરંતુ સલમાને તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે, તે વાંચીને તેના ચાહકોના હોશ ઉડી ગયા છે. સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ફિલ્મ 'ટાઈગર-3' (Film Tiger-3) લઇને ચર્ચામાં છે.

સલમાન ખાને શેર કરી તસવીર, કેપ્શન વાંચીને ચાહકો ચડ્યા ચકરાવે
સલમાન ખાને શેર કરી તસવીર, કેપ્શન વાંચીને ચાહકો ચડ્યા ચકરાવે

By

Published : Jan 21, 2022, 2:50 PM IST

હૈદરાબાદ: 'દબંગ ખાન' એટલે કે સલમાન ખાને સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર શેર કરીને તેના લાખો, કરોડો ચાહકોને ચોંકાવી દીધા છે. ભાઈજાનની તસવીર ચાહકોને પસંદ આવી રહી છે, પરંતુ સલમાને તસવીર સાથે જે કેપ્શન લખ્યું છે તે વાંચીને તેના ફેન્સના હોશ ઉડી ગયા છે. સલમાનના ફેન્સ દ્વારા તેના કેપ્શનનો મતલબ પણ પૂછવામાં આવ્યો છે. સલમાનએ ગુરુવારની રાત્રે આ તસવીર શેર કરી હતી.

સલમાનની તસવીર પર આપેલા કેપ્શને ફેન્સને ચડાવ્યાં ચકરાવે

સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી રહ્યો છે. જેમાં સલમાને માથા પર સ્કાફ બાંધ્યો છે. આ તસવીર શેર કરતા સલમાન ખાને લખ્યું છે કે, 'હું જાહેરાતો અને ટ્રેલર વગેરે પોસ્ટ કરું છું. મારી પોતાની બ્રાન્ડ છે, તમે સમજ્યાં કંઇ? બધા સાંભળી રહ્યા છે, હું તમને જોઈ રહ્યો છું અને તમને સાંભળી રહ્યો છું, આજે એક પોસ્ટ, કાલે ટીઝર.

તસવીરના કેપ્શનને સમજવા ફેન્સ લગાવી રહ્યાં છે અટકળો

સલમાન ખાનનું આ કેપ્શન વાંચીને ચાહકો આતુરતાથી જાણવા માંગે છે કે, દબંગ ખાન કહેવા શું માંગે છે? આ કેપ્શન અંગ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે. ઘણા ચાહકો તેના આ લુકને સલમાનની નવી ફિલ્મ 'ટાઈગર-3' સાથે જોડીને પણ જોઈ રહ્યા છે, જ્યારે કેટલાક અનુમાન લગાવી રહ્યા છે કે, તે તેના વ્યવસાયિક કામ વિશે વાત કરી રહ્યો છે. જેના પર સલમાન ખાનના એક ફેને લખ્યું, 'ભાઈ, આ શું કેપ્શન છે'. અન્ય એક ફેને લખ્યું, 'ભાઈ, કંઈ સમજાયું નહીં, પણ સાંભળીને સારું લાગ્યું'.

સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'અંતિમ - ધ ફાઈનલ ટ્રુથ'માં જોવા મળ્યો હતો

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે ફિલ્મ 'ટાઈગર-3' (Film Tiger-3) લઇને ચર્ચામાં છે. આ ફિલ્મમાં ફરી એકવાર સલમાન ખાન અને કેટરિના કૈફ સાથે જોવા મળશે તેમજ ઈમરાન હાશ્મી વિલનના રૂપમાં જોવા મળશે. સલમાન ખાન છેલ્લીવાર ફિલ્મ 'અંતિમ - ધ ફાઈનલ ટ્રુથ'માં (Film 'Ultimate - The Final Truth) જોવા મળ્યો હતો.

આ પણ વાંચો:

Comedian kapil sharma: કપિલ શર્માએ કહ્યું, મુંબઈએ મારા જેવા સ્કુટરવાળા લોકોને આપી તક

Sushant Singh Rajput Birth Anniversary: નાની ઉંમરે પ્રખ્યાત થનાર સુંશાતને આજે પણ લોકો નથી ભુલી શક્યાં

ABOUT THE AUTHOR

...view details