ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રમાં પતંજલિની કોરોનિલ દવા વેચવાં પર રોક, ગૃહપ્રધાન અનિલ દેશમુખનું ફરમાન - WHO

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે મંગળવારે ટિ્‌વટ કર્યું હતું કે, WHO અને ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) તેમજ અન્ય સંબંધિત સક્ષમ આરોગ્ય સંસ્થાઓના યોગ્ય પ્રમાણપત્ર વિના પતંજલિની કોરોનિલ દવાના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં પતંજલિની કોરોનિલ દવા વેચવાં પર રોક
મહારાષ્ટ્રમાં પતંજલિની કોરોનિલ દવા વેચવાં પર રોક

By

Published : Feb 24, 2021, 3:48 PM IST

  • આરોગ્ય સંસ્થાના યોગ્ય પ્રમાણપત્ર બાદ જ મંજૂરી મળશે: અનિલ દેશમુખ
  • WHOએ કર્યું, કોવિડ -19ની સારવાર માટે પરંપરાગત દવાને મંજૂરી આપવામાં આવી નથી
  • કોરોનિલને આયુષ મંત્રાલય દ્વારા કોવિડની સહાયક દવાનું પ્રમાણપત્ર મળ્યું: બાબા રામદેવ

મહારાષ્ટ્ર: ત્રણ દિવસમાં કોરોના ચેપ મટાડવાનો દાવો કરનાર પતંજલિની કોરોનિલ દવાને મહારાષ્ટ્રમાં વેચવાની મંજૂરી આપવામાં આવશે નહીં. ગૃહપ્રધાન અનિલ દેશમુખે મંગળવારે ટિ્‌વટ કર્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) અને ભારતીય મેડિકલ એસોસિએશન (IMA) તેમજ અન્ય સંબંધિત સક્ષમ આરોગ્ય સંસ્થાઓના યોગ્ય પ્રમાણપત્ર વિના પતંજલિની કોરોનિલ દવાના વેચાણને મંજૂરી આપવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દેશમુખે ટિ્‌વટ કરીને આપી માહિતી

IMA દ્વારા કોરોનિલ ટેબ્લેટ્સની વિશ્વસનીયતા અંગે ઉઠાવવામાં આવેલા પ્રશ્નના સંદર્ભમાં ગૃહ પ્રધાન દેશમુખે ટિ્‌વટ કર્યું છે કે, IMAએ કોરોનિલની કહેવાતી પરીક્ષા પર સવાલ ઉઠાવ્યા છે અને WHOએ પતંજલિ આયુર્વેદને કોવિડ માટેની કોઈપણ પ્રકારની સારવાર મંજૂરી આપવાની ના પાડી દીધી છે. આવી સ્થિતિમાં, બે વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીઓ દ્વારા પ્રશંસામાં કોઈ દવાઓ પ્રદાન કરવી યોગ્ય નથી. અગાઉ WHOએ સ્પષ્ટ કર્યું છે કે, કોવિડ -19ની સારવાર તરીકે કોઈ પરંપરાગત દવાને મંજૂરી આપવામાં આવી નથી. જ્યારે યોગગુરુ બાબા રામદેવે આ દવાના લોકાર્પણ દરમિયાન જણાવ્યું હતું કે, WHOની પ્રમાણપત્ર યોજના હેઠળ કોરોનિલ ગોળીઓને આયુષ મંત્રાલય તરફથી કોવિડ-19ની સારવારમાં સહાયક દવા તરીકેનું પ્રમાણપત્ર મળ્યું છે.

WHOના ટ્વિટ પર પતંજલિની સ્પષ્ટતા

પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ ટ્વિટ કર્યું છે કે, કોરોનિલ માટેનું અમારું WHO જીએમપી સુસંગત સીઓપીપી પ્રમાણપત્ર ભારત સરકારના ડીજીસીઆઈ દ્વારા જારી કરવામાં આવ્યું છે. તે સ્પષ્ટ છે કે WHO કોઈપણ દવાને મંજૂરી આપતું નથી. WHO વિશ્વના બધા લોકોનું સારું ભવિષ્ય બનાવવા માટે કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details