અમદાવાદ: તૃણમુલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ક્રાઉડફડિંગ દ્વારા ભેગા થયેલા પૈસાના ખોટા ઉપયોગના કેસમાં ઈડીએ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત સાબરમતી જેલમાં કસ્ટડી મેળવી લીધી છે. બુધવારે સાકેટ ગોખલેને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ માટેની કામગીરી કરવામાં આવશે. એવું જાણવા મળ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના પ્રવક્તા સાકેત ગોખલેની ઈડીએ જેલમાં ત્રણ દિવસ સુધી પૂછપરછ કરી હતી. સાયબર ક્રાઈમ તરફથી સાકેત ગોખલેની ક્રાઉડફન્ડિગ દ્વારા રકમ એકત્ર કરવા મામલે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં જયપુરથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:BBC Documentary Controversy: JNU પ્રશાસને BBC ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનીંગ રોકવા લાઇટોના કનેક્શન કાપ્યા
સુધીર ગુપ્તાએ કોર્ટમાં અરજી દાખલ કરી: જેમાં આરોપીના બેંક ખાતામાં થયેલા ટ્રાંઝેક્શન અંગે માહિતી એકઠી કરાઈ હતી. આરોપીએ વર્ષ 2019થી 2021 સુધીમાં ક્રાઉડફન્ડિગ મેળવવા માટે કેમ્પેઈન કરી દિલ્હી તેમજ ગુજરાત રાજ્યની બહાર એક નેટવર્ક ચાલતું હોવાનું તપાસમાંથી સામે આવ્યું હતું. આજ દિવસ સુધી ક્રાઉડફન્ડિગ મામલે જુદા જુદા લોકો પાસેથી 40 લાખ રૂપિયાથી વધારેની રકમ મેળવી હતી. બીજી બાજું EDએ મનીલોન્ડરિંગ એક્ટ અંતર્ગત તપાસ કરવા માટે ખાસ એડવોકેટ સુધીર ગુપ્તાએ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી.
કરોડોની છેત્તરપિંડી કર્યાનો આરોપ: જેમાં કોર્ટે પરવાનગી આપી દેતા ત્રણ દિવસ સુધી ઈડીના અધિકારીઓએ સાબરમતી જેલમાં જઈને પૂછપરછ કરી હતી. સેશન્સ કોર્ટ બાદ હાઈકોર્ટમાંથી પણ સાકેત ગોખલેને મોટો ફટકો પડ્યો છે. ચાર્જશીટ પહેલા જામીન ન આપી શકાય એવું હાઈકોર્ટનું અવલોકન છે. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનામાં ખોટી માહિતી ટ્વિટ કરવાના આરોપમાં ફસાયેલા સાકેત ગોંખલેની મુશ્કેલીઓ વધી રહી છે. મેઘાલય સરકારે પણ ગોખલેની સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. મેઘાલય સરકારે એની સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. સાકેત ગોખલેએ મેઘાલય ઈકો ટુરિઝમ ઈન્ફ્રા. ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડની છેત્તરપિંડી કર્યાનો આરોપ પણ છે.
આ પણ વાંચો:Nagpur Crime: ધોરણ 10માં ભણતી સગીરા પર સામૂહિક દુષ્કર્મ, બંને આરોપીની થઈ ધરપકડ
સાકેત ગોખલે વિરુદ્ધ ફોજદારી કેસ: રાજ્ય સરકાર હેઠળની કંપની મેઘાલય એજ લિમિટેડે પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટને આ મામલે રાહત આપવા માટે અપીલ કરી હતી. કંપનીએ માંગ કરી હતી કે, સાકેત ગોખલે વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે. સાકેત ગોખલે વિરુદ્ધ કલમ 499 હેઠળ ફોજદારી કેસ નોંધવા માંગ કરાઈ હતી. અહીં તમને જણાવી દઈએ કે, સાકેત ગોખલેએ 4 ડિસેમ્બરે એક નિવેદન જારી કરી મેઘાલય ઈકોટુરિઝમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં 632 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો.