- ઉત્તરાખંડના હરિદ્વાર મહાકુંભના તંત્ર પર ભેદભાવનો આક્ષેપ
- પરી અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ લગાવ્યો આક્ષેપ
- મહિલાની વાત કરવા બદલ ભેદભાવ થતો હોવાનો ત્રિકાલ ભવંતાનો આરોપ
આ પણ વાંચોઃગુરુવારથી હરિદ્વાર મહાકુંભનો પ્રારંભ થયો
હરિદ્વાર (ઉત્તરાખંડ): ધર્મનગરી હરિદ્વારમાં મહાકુંભનો તહેવાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ તમામની વચ્ચે સાધુ સંત મહાકુંભ તંત્રની વ્યવસ્થાને લઈને સતત પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. હવે અખાડાના પ્રમુખ સાધ્વી ત્રિકાલ ભવંતાએ હરિદ્વાર મહાકુંભ તંત્ર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમણે જાહેરાત કરી છે કે, જો તંત્ર ઝડપથી અખાડાને જમીન અને અન્ય સુવિધા નહીં આપે તો પરી અખાડાની સાધ્વીઓ આત્મહત્યા કરશે.