ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિશ્વકલ્યાણ માટે નીકળેલા સાધુંઓને મળ્યો મેથીપાક, આવું હતું કારણ - ઉત્તરપ્રદેશના કૌશામ્બી જિલ્લામાં

પદયાત્રાએ ગયેલા સાધુઓ અને તેમના સહયોગીઓ માટે બાળક ચોરીની અફવા ભારે પડી ગઈ હતી. કૌશામ્બીમાં, બુધવારે ગ્રામવાસીઓએ ત્રણ સાધુઓ અને તેમના બે સાથીઓને બાળ ઉપાડનાર ગેંગના સભ્યો હોવાની શંકામાં માર માર્યો હતો. પોલીસની દખલગીરી બાદ તેમને બચાવીને મંઝાનપુરના કોતવાલી પોલીસ લાવવામાં આવ્યા હતા. Rumors of child theft, in Kaushambi district of Uttar Pradesh,

Etv Bharatવિશ્વકલ્યાણ માટે નીકળેલા સાધુંઓને મળ્યો મેથીપાક...આ હતું કારણ
Etv Bharatવિશ્વકલ્યાણ માટે નીકળેલા સાધુંઓને મળ્યો મેથીપાક...આ હતું કારણ

By

Published : Sep 7, 2022, 7:28 PM IST

ઉત્તરપ્રદેશઃ કૌશામ્બી જિલ્લામાં(in Kaushambi district of Uttar Pradesh,)બાળક ચોરીની(Rumors of child theft)અફવા હવે લોકો માટે મુસીબત બની ગઈ છે. મંઝાનપુરના કોતવાલીમાં છેલ્લા 48 કલાકમાં પોલીસને ઘણી જગ્યાએથી બાળચોરીની ખોટી માહિતી મળી હતી. આ અફવાઓ વચ્ચે બુધવારે સવારે 8 વાગ્યે ત્રણ સાધુ અને તેમના બે સાથી કોદર ગામના લોકોના ગુસ્સાનો શિકાર બન્યા હતા. ત્યાંના બે બાળકોનો આરોપ છે કે, આ સાધુઓએ તેમને નકલી નોટો અને ડ્રાયફ્રુટ્સની લાલચ આપીને અપહરણકરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકોએ બૂમાબૂમ કરતા ગામના લોકોએ સાધુ અને તેમના સહયોગીઓને પકડી લીધા. જે બાદ સાધુઓને ખૂબ માર માર્યો હતો. જાણ થતાં પોલીસે સાધુઓને ગામલોકોના ચંગુલમાંથી છોડાવ્યા હતા. પોલીસે 5 લોકોને કસ્ટડીમાં લઈને પોલીસ સ્ટેશન પહોંચી લઈ ગઈ હતી.જ્યાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

વિશ્વ કલ્યાણ માટે તીર્થયાત્રાઃમથુરાના રહેવાસી રામકૃષ્ણ દાસ, રાજારામ દાસ અને સિદ્ધાર્થનાથ વિશ્વ કલ્યાણ માટે તીર્થયાત્રા પર ગયા હતા. આ સાધુઓએ ગંગોત્રીમાંથી જળ લઈને 12 જ્યોતિર્લિંગને પવિત્ર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ લોકો ચિત્રકૂટ થઈને ઉજ્જૈન જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ્યોતિર્લિંગમાં જળ ચડાવતા હતા, પરંતુ મંઝાનપુરના કોતવાલી વિસ્તારના કોદર ગામમાં અફવાને કારણે ગ્રામજનોના હાથે ઝડપાઈ ગયા હતા.

અફવાઓથી સાવધાનઃSP હેમરાજ મીણાએ લોકોને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે, વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર બાળક ચોરીની અફવા ફેલાવવામાં આવી રહી છે. અફવાઓને કારણે લોકો માનસિક રીતે નબળા અને નિરાધાર લોકોને માર મારી રહ્યા છે. SPએ સ્પષ્ટતા કરી હતી કે, કૌશામ્બીમાં બાઈક ચોરી ગેંગ સક્રિય છે. જિલ્લામાં આવી કોઈ ગેંગ હોવાની માહિતી પોલીસને મળી નથી.તેમણે ચેતવણી આપી છે કે, જે કોઈ આવી અફવા ફેલાવશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈને આવી માહિતી મળે તો પોલીસને જાણ કરવી જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details