- એન્ટિલિયા કેસમાં વધુ એક ખુલાસો
- સચિન વાજેએ ધમકી ભર્યો પત્ર મુક્યાની કરી કબૂલાત
- એનઆઇએ કરી રહ્યું છે આ મામલે તપાસ
મુંબઇ: મનસુખ હિરેન કેસમાં ઝડપાયેલા મુંબઇ પોલિસ ઑફિસર સચિન વાજેએ સ્કૉર્પિયો કારમાં ધમકી ભર્યો પત્ર મુક્યાની કબૂલાત કરી છે તેવું એનઆઇએના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. મનસુખ હિરેન હત્યા કેસમાં મહારાષ્ટ્ર એટીએસ દ્વારા બે આરોપીઓને બુધવારે ઝડપી પાડવામાં આવ્યા હતાં. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંબઇ સ્થિત ઘર પાસેથી 25 ફેબ્રુઆરી પાસેથી વિસ્ફોટ વાળી એસયુવી મળી આવી હતી. આ વાહન થાણે સ્થિત વેપારી હિરેનનું હતું. જેની ચોરી કરવામાં આવી હતી. 5 માર્ચે હિરેનનો શવ મુબ્રા વિસ્તારની એક નદી પાસેથી મળી આવ્યો હતો.
વધુ વાંચો:એન્ટિલીયાની બહાર મળેલા વિસ્ફોટકના કેસ સાથે જોડાયેલો શંકાસ્પદ મોબાઈલ તિહાર જેલમાંથી મળી આવ્યો
એનઆઇએ દ્વારા આ કેસમાં વિસ્ફોટક મળવા મુદ્દે આરોપી અધિકારી સામે અન લૉ ફૂલ એક્ટિવિટી અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે એનઆઇએ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સુત્રો દ્વારા એવો પણ ઉલ્લેખ કરવાનાં આવ્યો છે કે યુએપીએની ધારા 16 અને 18 અંતર્ગત આરોપ નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ પગલું એનઆઇએ દ્વારા વાજેને હિરાસતમાં લીધા બાદ એક અઠવાડિયામાં લેવામાં આવ્યુ છે. એજન્સી કારના માલિક મનસુખ હિરેનની હત્યા મામલે ઝડપભેર તપાસ કરી રહી છે.
વધુ વાંચો:અંબાણીના ઘર પાસેથી વધુ એક શંકાસ્પદ વાહન મળ્યું
કેન્દ્રીય ગૃહમંત્રાલયે 20 માર્ચે આ મામલે એનઆઇએને તપાસ સોંપી આપી છે પણ એટીએસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે. એટીએસએ બે દિવસ પહેલા જાહેરાત કરી હતી કે તેઓએ હિરેન મૃત્યુ કેસ ઉકેલી લીધો છે. ત્યારે જ એનઆઇએ દ્વારા આ કેસમાં બે આરોપીઓને ઝડપ્યા હતાં. એક અધિકારીએ જણાવ્યું હતું કે સાતથી આઠ અધિકારીઓ એટીએસની ઑફિસ પહોંચ્યા હતાં અને બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.