- રાજેશ્વર પ્રસાદ સિંહ બિધુરી રાજેશ પાયલટ બનવા પાછળની સ્ટોરી શું છે
- આજે કોંગ્રેસના નેતા સચિન પાયલટનો જન્મદિવસ છે.
- સચિનને તેના પિતા રાજેશ પાયલટ (Rajesh Pilot) પાસેથી ઉપનામ 'પાયલટ' મળ્યું
ન્યૂઝ ડેસ્ક: રાહુલ ગાંધીના ખાસ આંતરિક વર્તુળના સભ્ય ગણાતા સચિન પાયલટ માત્ર તેમના પિતાની રાજનીતિને જ નથી આગળ વધારી રહ્યા તેમના નામ સાથે જોડાયેલ 'પાયલટ' શબ્દને પણ આગળ વધારી રહ્યા છે. સચિનને તેના પિતા રાજેશ પાયલટ (Rajesh Pilot) પાસેથી ઉપનામ 'પાયલટ' મળ્યું છે. વાસ્તવમાં તે પોતાનું પૂરું નામ સચિન રાજેશ પાયલટ (Sachin Rajesh Pilot) તરીકે લખે છે. રાજેશ પાયલટનું સાચું નામ રાજેશ્વર પ્રસાદ સિંહ બિધુરી હતું પરંતુ રાજકારણમાં તેમને રાજેશ પાયલટ તરીકે ખ્યાતિ મળી, તેની પાછળ એક રસપ્રદ વાત છે.
આ પણ વાંચો:પાયલટે કોંગ્રેસની પીઠમાં છરો ભોંક્યો, સામે આવ્યું ચરિત્ર: અશોક ગેહલોત
રાજેશ પાયલટ કેવી રીતે બન્યા:
રાજેશ્વર પ્રસાદ સિંહ બિધુરી રાજેશ પાયલટ બનવા પાછળની સ્ટોરી શું છે જાણો 'સંજય ગાંધી, તેમની સૌથી શક્તિશાળી સ્થિતિમાં' પુસ્તકમાં વાંચવામાં મળી હતી. પુસ્તક અનુસાર, રાજેશ પાયલટે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મળ્યા હતા અને ઉત્તર પ્રદેશના બાગપતથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જે પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની બેઠક માનવામાં આવતી હતી. ઈન્દિરા ગાંધીએ તેમને યુપીમાં ચૂંટણી લડવાની તક આપી ન હોતી, પરંતુ એક દિવસ તેમને સંજય ગાંધીની ઓફિસમાંથી ફોન આવ્યો અને તેમને જણાવવામાં આવ્યું કે, તમે રાજસ્થાનના ભરતપુરથી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છો.
પરિવારની ઓળખ બન્યું પાયલટ શીર્ષક
રાજેશ પાયલટ રાજકારણમાં જોડાયા પહેલા ભારતીય વાયુસેનામાં પાયલટ હતા. જ્યારે તેમણે પ્રચાર અભિયાનમાં પ્રવેશ્યા ત્યારે તેમના લાંબા નામના બદલે 'પાયલટ' ઉપનામથી જાણીતા હતા. ધીરે ધીરે, તેઓ આ નામ સાથે આરામદાયક થવા લાગ્યા હતા. જેને જોતા નામાંકન ભરવાના થોડા કલાકો પહેલા સંજય ગાંધીએ તેમને રાજેશ પાયલટનું નામ રાખવાની સલાહ આપી હતી. તેને ધ્યાને લઇને તેમણે નોમિનેશન માટે દાખલ કરેલી નોટરીમાં તેમનું નામ બદલ્યું ત્યારથી, આ પાયલોટ નામ તેની અને તેના પરિવારની ઓળખ બની ગયું હતુ.
આ પણ વાંચો:પાયલટની વાપસી, કહ્યું - લડત પદ માટે નહીં પણ સમ્માન માટે હતી
સચિન તેના પિતાની જેમ પાયલટ બનવા માંગતો હતો:
કોંગ્રેસી નેતા તેના પિતા રાજેશ પાયલટની જેમ ભારતીય વાયુસેનામાં ફાઇટર પાયલોટ બનવા માંગતા હતા, તેમણે ટેરિટોરિયલ આર્મીમાં તાલીમ પણ લીધી અને પિતા પાસેથી છુપાયને વિમાન ઉડવાનું લાઇસન્સ પણ મેળવ્યું પરંતુ આંખોની નબડાઇને કારણે આ તક તે ચૂકી ગયા હતા.
સચિન પાયલટ 26 વર્ષની ઉંમરે દેશના સૌથી યુવા સાંસદ બન્યા:
સચિન પાયલટનું રાજકારણમાં આવવાનું પણ નક્કી નહોતું, તે એમબીએ કર્યા પછી આગળની યોજનાઓની તૈયારી કરી રહ્યો હતો, જ્યારે રાજેશ પાયલટનું એક જ સમયે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પરિસ્થિતિ એવી બની કે, તે રાજકારણમાં આવ્યો અને પરિવારની પરંપરાને અનુસરીને ચૂંટણી માટે નામાંકિત થયા હતા. 2004 ની લોકસભા ચૂંટણીમાં, તેઓ 1 લાખ 20 હજારથી વધુ મતોથી દૌસા બેઠક પરથી જીત્યા અને 26 વર્ષની ઉંમરે સાંસદ બન્યા હતા.આ દિવસોમાં રાજસ્થાન સરકારમાં ચાલી રહેલી ગરબડને કારણે પાયલોટ ટોપ પર રહ્યા હતા. ડિસેમ્બર 2018 માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી બાદ તેમને રાજ્યના નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા પરંતુ અશોક ગેહલોત સાથે મતભેદો અંગે બહાર આવ્યા બાદ તેમને નાયબ મુખ્યમંત્રી અને રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ પદેથી દૂર કરવામાં આવ્યા હતા.