ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સબરીમાલા મંદિરમાં માત્ર 39 દિવસમાં દાનનો આંકડો 200 કરોડને પાર - Sabarimala temple revenue

સબરીમાલામાં 'મંડલમ' સીઝન સમાપ્ત થઈ રહી છે સબરીમાલા મંદિરે 39 દિવસમાં (Sabarimala Mandalam season) કલેક્શન તરીકે દાનપેટે 222.98 કરોડ (Sabarimala temple revenue) જમા કરી દીધા છે. આ સમયગાળા દરમિયાન 29 લાખથી વધુ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી, એડીવી. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પ્રમુખ કે અનંતગોપને અહીં જણાવ્યું હતું. એકલા દાનપેટીનું કલેક્શન રૂ. 70.10 કરોડ થયું છે.

સબરીમાલા મંદિરમાં માત્ર 39 દિવસમાં દાનનો આંકડો 200 કરોડને પાર
સબરીમાલા મંદિરમાં માત્ર 39 દિવસમાં દાનનો આંકડો 200 કરોડને પાર

By

Published : Dec 27, 2022, 7:37 PM IST

સબરીમાલા:સબરીમાલા બોર્ડના પ્રમુખે જાહેર કરેલા આંકડા મુજબ, આ વર્ષે લગભગ 20 ટકા ભક્તો બાળકો (Sabarimala Mandalam season) રહ્યા હતા. અગાઉની સિઝનમાં કોવિડના કારણે પ્રતિબંધો હોવાથી આ વર્ષે વધુ બાળકો દર્શન માટે આવ્યા છે. "બાળકો અને વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘણો વધારો થયો હોવા છતાં, અમે મોટી ફરિયાદ વિના સિઝનને (Sabarimala temple revenue) સમાપ્ત કરી શકીએ છીએ. એવું મંદિર બોર્ડના પ્રમુખે જણાવ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાની બોટ પર ફાયરિંગ કરીને કરોડોના ડ્રગ્સ, હથિયાર સાથે 10 શખ્સોની ધરપકડ

એક જ દિવસ ફરિયાદ: લાંબા ગાળા સુધી રાહ જોવી પડે છે એવી ફરિયાદ માત્ર એક જ દિવસે આવી હતી. બાકીના દિવસોમાં લોકોના રશને વ્યવસ્થિત રીતે મેનેજ કરી લેવામાં આવ્યો હતો. સ્વયંસેવકો અને પોલીસ દળોએ દર્શન માટે રાહ જોવાનો સમય ઘટાડવા માટે લોકો સાથે મળીને પૂરતું સંકલન કર્યું હતું. સીઝનની સમાપ્તિના ભાગરૂપે એક ખાસ મિજબાનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહના ભાગરૂપે 'પાડીપૂજા' પણ કરવામાં આવી હતી. 'પવિથરામ સબરીમાલા' પ્રોજેક્ટ હેઠળ મંદિર પરિસરની સફાઈ કરવામાં આવી છે.

મંદિર બંધ: મંદિર અને આસપાસના પરિસરમાંથી તમામ કચરો દૂર કરવામાં આવ્યો છે. મંડલમ સિઝનના અંતને ચિહ્નિત કરીને, પાદિપૂજા પછી મંદિર બંધ થઈ ગયું. 'મકરવિલાક્કુ' સીઝન માટે તારીખ 30 ડિસેમ્બરે સાંજે 5 વાગ્યે મંદિર ફરી ખોલવામાં આવશે. તારીખ 14 જાન્યુઆરીએ ભક્તિમય દીવો પ્રગટાવવામાં આવશે. જે તારીખ 20 જાન્યુઆરીએ બંધ રહેશે.

આ પણ વાંચો: ISROના ઈન્ટર્નને ઈમેલમાં મળી મારી નાખવાની ધમકી, નોંધાવી પોલીસ ફરિયાદ

ખાસ પૂજા:ભગવાન અય્યપાની મૂર્તિને થંકા અંકીથી અલંકૃત કર્યા બાદ બપોરના સમયે ખાસ પ્રકારની પૂજા કરવામાં આવે છે. સોમવારે સાંજે શબરીમાલા પહોંચેલા એક સંઘનું ભવ્ય સ્વાગત કરાયું હતું. વર્ષ 1970માં ત્રાવણકોર શાહી પરિવાર તરફથી 453 સંપ્રભુ વજન, થંકા અંકી પ્રભુને સમર્પિત કરવામાં આવ્યું હતું. મંડલાપૂજા બાદ મંદિર ત્રણ દિવસ માટે બંધ રહે છે. તારીખ 14 જાન્યુઆરીના રોજ મકરવિલ્કુ હોય છે. એ પછી તીર્થયાત્રાની સીઝનના અંતમાં તારીખ 20 જાન્યુઆરીના રોજ મંદિર બંધ કરી દેવામાં આવે છે.

કોર્ટનો પ્રસ્તાવ:કેરળ હાઈકોર્ટે એક એવો પ્રસ્તાવ આપ્યો હતો કે, મંદિરમાં પૂજા કરવાના સમયમાં એક કલાકનો વધારો કરવા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જોકે, આ મામલે વકીલે કહ્યું હતું કે, પૂજારીઓ સાથે વિશેષરૂપથી ચર્ચા વિચારણા કરીને આ અંગે કોર્ટને માહિતગાર કરાશે.

ABOUT THE AUTHOR

...view details