બેંગલુરુ: સાલુમરદા થિમ્માક્કાને ઈકો એમ્બેસેડર (Saalumarada Thimmakka Eco Ambassador) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને સરકારે તેમને રાજ્ય કેબિનેટનો દરજ્જો આપતો આદેશ જારી કર્યો છે. ગયા મહિને સીએમ બોમ્માઈએ જાહેરાત કરી હતી કે, થિમ્માક્કાને પર્યાવરણ એમ્બેસેડર અને રાજ્યના કેબિનેટપ્રધાનનો દરજ્જો આપવામાં આવશે. હવે સરકારે આ અંગે સત્તાવાર આદેશ જારી કર્યો છે.
સાલુમરદા થિમ્માક્કાને 'ઇકો એમ્બેસેડર' તરીકે નિયુક્ત કરવામાં આવ્યા - Saalumarada Thimmakka has been appointed as 'Eco Ambassador'
સાલુમરદા થિમ્માક્કાને ઈકો એમ્બેસેડર (Saalumarada Thimmakka Eco Ambassador) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, અને સરકારે તેમને રાજ્ય કેબિનેટનો દરજ્જો આપતો આદેશ જારી કર્યો છે.
આ પણ વાંચો:ગણવેશ અને પુસ્તકની રકમ ન મળતા તલવાર સાથે શાળાએ પહોંચ્યો શખ્સ
સીએમ બોમ્માઈએ સાલુમરદા થિમ્મક્કાના 111મા જન્મદિવસની ઉજવણી અને આંબેડકર ભવનમાં 30 જૂને ગ્રીનરી એવોર્ડ પ્રેઝન્ટેશન સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે જાહેરાત કરી હતી કે, પર્યાવરણ સંરક્ષણમાં તેમના યોગદાનને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તેમને ઈકો એમ્બેસેડરનું વિશેષ બિરુદ આપવામાં આવશે. વધુ પર્યાવરણીય સંરક્ષણ કાર્ય હાથ ધરવા માટે રાજ્યપ્રધાનનો દરજ્જો આપ્યો છે. અગાઉ, થિમ્માક્કા માટે બીડીએ દ્વારા નાદપ્રભુ કેમ્પેગોવડા વિસ્તારમાં 50*80 માપનો પ્લોટ સોંપવામાં આવ્યો હતો.