- વિદેશ પ્રધાન અમેરીકાના પ્રવાસ પર
- 2 ઉચ્ચ સ્તરીય બેઠકનું કરશે આયોજન
- અફઘાનિસ્તાન પર પણ કરવાવમાં આવશે ચર્ચા
દિલ્હી: વિદેશ પ્રધાન એસ જયશંકર તાલિબાન અને આંતકવાદ મૃદ્દા પર થનાર સુરક્ષા પરિષદ બેઠકની અધ્યક્ષતા કરશે. આ મુદ્દે ગંભીરતાથી વિચાર રાખવાની આશા છે. વિદેશપ્રધાન ઘણા કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરીકાના 4 દિવસીય પ્રવાસ પર ગયા છે. આ કાર્યક્રમોમાં આતંકવાદ પર પણ ચર્ચા થશે, જે સુરક્ષા પરિષદની ભારતની અધ્યક્ષતા હેઠળ આયોજીત કરવામાં આવશે.
2 ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન
વિદેશ મંત્રાલય અનુસાર જયશંકર રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં શાંતિ રક્ષા પર એક ખુલૂ ચર્ચાની પણ અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે , " વિદેશ પ્રધાન એસ જયશંકર સયુક્ત પરિષદની ભારતની અઘ્યક્ષતા દરમિયાન ન્યુયોર્કની યાત્રા કરશે અને 18 અને 19 ઓગસ્ટે 2 ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા કરશે.