- 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જવા રવાના
- તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે
- ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે
નવી દિલ્હી: વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, વિદેશ પ્રધાન એસ જયશંકર(External Affairs Minister S Jaishankar) 17 થી 21 ઓક્ટોબર દરમિયાન ઇઝરાયલની સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે, જ્યાં તેઓ દ્વિપક્ષીય સંબંધો પર ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર ઇઝરાયલના વિદેશ પ્રધાન યેર લેપિડના આમંત્રણ પર જઇ રહ્યા છે. વિદેશ પ્રધાન તરીકે જયશંકરની (S Jayshankar) આ પ્રથમ ઇઝરાયલ મુલાકાત છે. આ દરમિયાન, તે તેમના ઇઝરાયલના સમકક્ષ યાર લેપિડ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
અનેત દિગ્ગજ નેતાઓ સાથે કરશે મુલાકાત
ઇઝરાયેલમાં નેફ્તાલી બેનેટની સરકારની રચના બાદ ભારત તરફથી આ પ્રથમ મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય મુલાકાત હશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જયશંકર તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ, વડાપ્રધાન નેફ્તાલી બેનેટ અને નેસેટ સંસદના સ્પીકર સાથે પણ મુલાકાત કરશે. ભારત અને ઇઝરાયલે જુલાઇ 2017 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક જોડાણમાં રૂપાંતરિત કર્યા હતા.