કાઠમાંડુઃ વિદેશ પ્રધાન એસ જયશંકરે ગુરુવારે નેપાળના રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ અને વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ સાથે મુલાકાત કરી. આ વર્ષે પોતાની પહેલી વિદેશ યાત્રા અંતર્ગત જયશંકરે નેપાળના મહેમાન બન્યા હતા. જયશંકર નેપાળ ભારતની સંયુક્ત આયોગની સાતમી બેઠકની સહ અધ્યક્ષતા પણ કરશે. જયશંકર સવારે નેપાળ પહોંચ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ કાર્યાલય શીતલ નિવાસમાં રાષ્ટ્રપતિ પૌડેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી.
રાષ્ટ્રપતિ કાર્યાલયના સૂત્ર અનુસાર રાષ્ટ્રપતિ પૌડલે નેપાલ અને ભારત વચ્ચે સંપર્ક, ક્લાઈમેટ ચેન્જ અને જળવિદ્યુત ક્ષેત્રે ભાગીદારી મુદ્દે ચર્ચા કરી હતી. વિદેશ મંત્રાલય જણાવે છે કે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ જયશંકર વડા પ્રધાન પ્રચંડ સાથે તેમની ઓફિસ સિંહદરબારમાં મુલાકાત કરી. નેપાલના વિદેશ પ્રધાન એનપી સઉદે અહીં ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર જયશંકરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.