- રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ભારતના પ્રવાસે
- નિકોલે પેત્રુશેવે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાથે કરી મુલાકાત
- નિકોલે પેત્રુશેવે વડાપ્રધાન અને વિદેશ પ્રધાનને પણ મળે તેવી શક્યતા
ન્યૂઝ ડેસ્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin)ના અફઘાનિસ્તાન પર પરામર્શ માટે એક સ્થાયી દ્વિપક્ષીય ચેનલ બનાવવા પર સંમત થયાના 2 સપ્તાહ બાદ રશિયાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિકોલે પેત્રુશેવ ઉચ્ચસ્તરીય ચર્ચા માટે ભારતના પ્રવાસ પર છે. અહીં તેમણે સમકક્ષ અજિત ડોભાલ સાથે મુલાકાત કરી હતી. આ સિવાય તેઓ વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વડાપ્રધાનને પણ મળે તેવી સંભાવના છે. આ પહેલા એપ્રિલમાં રશિયાના વિદેશ પ્રધાન સર્ગેઈ લાવરોવે દિલ્હીનો પ્રવાસ કર્યો હતો, પરંતુ વડાપ્રધાન સાથે મુલાકાત નહતી કરી.
આ પણ વાંચો-આજે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યુનિયન કેબિનેટ બેઠક યોજાશે
NSA અજિત ડોભાલે રશિયાના સમકક્ષ જનરલ નિકોલાઈ પાત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ આજે (બુધવારે) પોતાના રશિયાના સમકક્ષ જનરલ નિકોલાઈ પાત્રુશેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. તે દરમિયાન બંને અધિકારી અફઘાનિસ્તાન મુદ્દા પર ચર્ચા કરી હતી. રશિયા સુરક્ષા પરિષદના સચિવ જનરલ નિકોલાઈ પાત્રુશેવ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નિમંત્રણ પર ભારત આવી રહ્યા છે. સાઉથ બ્લોકમાં આ પ્રવાસને મોસ્કોથી એક સંકેત તરીકે જોવાઈ રહ્યો છે, જે તાલિબાનને સત્તામાં આવવા અને અમેરિકા દ્વારા અરાજક નિકાસ પૂરા કર્યા બાદ અફઘાનિસ્તાનની સ્થિતિમાં એક પ્રમુખ ખેલાડી તરીકે ઉભર્યું છે.