ડેટ્રોઇટ:રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે BMW એ તેની જર્મની સ્થિત બે ફેક્ટરીઓમાં ઉત્પાદન અટકાવ્યું (Russia Ukraine war) છે, મર્સિડીઝ તેના પ્લાન્ટ્સમાં ધીમી પડી રહી છે અને ફોક્સવેગને ઉત્પાદન અટકાવવાની ચેતવણી આપી છે અને ભાગોના વૈકલ્પિક સ્ત્રોતોની શોધ કરી છે. વૈશ્વિક ઓટો સેક્ટર એક વર્ષથી વધુ સમયથી સેમિકન્ડક્ટર ચિપ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોની અછત (ESCALATE AUTO PRICES AND SHORTAGES) સાથે ઝઝૂમી રહ્યું છે, જેણે ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે, પુરવઠો ધીમો કર્યો છે અને ભાવમાં વધારો કર્યો છે.
Russia Ukraine war: કારની કિંમતમાં થઈ શકે છે વધારો, પુરવઠાની અછતનો ભય - ESCALATE AUTO PRICES AND SHORTAGES
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 40 દિવસથી યુદ્ધ (Russia Ukraine war) ચાલી રહ્યું છે. તેની વિપરીત અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. યુક્રેન યુદ્ધની અસર ઓટોમોબાઈલ સેક્ટર પર પણ દેખાઈ (ESCALATE AUTO PRICES AND SHORTAGES) રહી છે. સેમિકન્ડક્ટર ચિપ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોના પુરવઠામાં વિક્ષેપને કારણે ઓટો કંપનીઓએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે.
યુદ્ધના કારણે યુરોપમાં ઉત્પાદન પ્રભાવિત:યુક્રેન સામે રશિયાના યુદ્ધને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે, કારણ કે યુક્રેનથી આવતા ઇલેક્ટ્રિકલ વાયરિંગની અચાનક તીવ્ર અછત છે. વધુ ખરીદદારો, સ્પેરપાર્ટસ અને યુદ્ધને કારણે નવા વિક્ષેપો આવતા વર્ષે વાહનોના ભાવમાં વધારો કરી શકે છે. હાલમાં યુદ્ધના કારણે યુરોપમાં ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે, તેની અસર અમેરિકામાં પણ ઉત્પાદન પર પડશે.
આ પણ વાંચો:Share Market India: શેરબજારની પહેલા દિવસે મજબૂત શરૂઆત, સેન્સેક્સ 60,000ની નજીક પહોંચ્યો