ગુજરાત

gujarat

ETV Bharat / bharat

War 29th Day : નાટો નેતાઓની કટોકટી સમિટમાં હાજરી આપવા જો બાઈડન સાથે જશે બ્રસેલ્સ - યુક્રેન રશિયા આક્રમણ

આજે યુક્રેન અને રશિયા (Russia Ukraine war) વચ્ચેના યુદ્ધનો 29મો દિવસ (29th day of the Russia Ukraine war) છે. નાટોનો અંદાજ છે કે યુક્રેનમાં એક મહિના સુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 7,000 થી 15,000 રશિયનો માર્યા ગયા છે. નાટો આ વિશ્વ યુદ્ધને લઈને ઈમરજન્સી બેઠક યોજી રહ્યું છે. US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન નાટો નેતાઓની કટોકટી સમિટમાં હાજરી આપવા પ્રમુખ જો બાઈડન (US President Joe Biden) સાથે બ્રસેલ્સ જઈ રહ્યા છે.

War 29th Day Russia Ukraine wa
War 29th Day Russia Ukraine wa

By

Published : Mar 24, 2022, 9:10 AM IST

Updated : Mar 24, 2022, 9:26 AM IST

કિવઃ યુક્રેન પર રશિયાના (Ukraine Russia invasion) આક્રમણને ચાર સપ્તાહ વીતી ગયા છે. આજે યુદ્ધનો 29મો દિવસ (28th day of the Russia Ukraine war) છે. યુક્રેનિયન સૈનિકો ભલે ઓછા બળમાં હોય, પરંતુ તેઓ રશિયન સૈનિકોની સામે ઉભા છે. યુક્રેનના વિવિધ ભાગોમાં અસંખ્ય મૃતદેહે પડ્યા છે, યુદ્ધ તેના બીજા મહિનામાં પ્રવેશી રહ્યું છે, પરંતુ કિવ પર વિજય મેળવવા માટેની રશિયન યોજનાઓ પૂર્ણ થઈ નથી. અહેવાલો અનુસાર નાટોનો અંદાજ છે કે યુક્રેનમાં એક મહિનાના યુદ્ધ દરમિયાન 7,000 થી 15,000 રશિયનો માર્યા ગયા છે. બીજી તરફ US સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકન બ્રસેલ્સમાં નાટો નેતાઓની ઈમરજન્સી સમિટમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) સાથે બ્રસેલ્સ જઈ રહ્યા છે.

રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાની કોઈ સંભાવના નથી :24 ફેબ્રુઆરીએ જ્યારે રશિયાએ યુક્રેન (Ukraine Russia invasion) પર હુમલો કર્યો, ત્યારે તેને બીજા વિશ્વયુદ્ધ બાદ યુરોપમાં સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો હતો અને પશ્ચિમી દખલની સ્થિતિમાં પરમાણુ હુમલાની શક્યતાને નકારી શકાય તેમ નથી. એવું લાગતું હતું કે, યુક્રેન ટૂંક સમયમાં રશિયન હુમલાને વશ થઈ જશે, પરંતુ બુધવારે આ યુદ્ધને 4 અઠવાડિયા વીતી ગયા છે, રશિયા મૂંઝવણમાં પડી રહ્યું છે. મોટી સંખ્યામાં રશિયન સૈનિકો પણ માર્યા ગયા છે અને યુદ્ધ સમાપ્ત થવાની કોઈ દૂરની સંભાવના પણ નથી.

વોર્સોની બેઠકમાં રશિયા પર વધુ પ્રતિબંધો લાદે :જ્યારે રશિયાએ (Russia Ukraine war) ખર્ચાળ સૈન્ય ઓપરેશન કરવું પડ્યું છે, ત્યારે પશ્ચિમી દેશોએ તેના પર આર્થિક પ્રતિબંધો લાદીને તેની કમર તોડી નાખી છે. દરમિયાન, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) અને તેમના સાથી દેશોના પ્રતિનિધિઓ આ અઠવાડિયે બ્રસેલ્સ અને વોર્સોમાં બેઠક કરી રહ્યા છે અને શક્ય છે કે વોર્સોની બેઠકમાં આ દેશો રશિયા પર વધુ પ્રતિબંધો લાદે અને યુક્રેનને સૈન્ય સહાય આપવા અંગે વિચારણા કરે.

રશિયા આજદિન સુધી કિવને ઘેરી શક્યું નથી :રશિયા યુક્રેનની (Russia Ukraine war) રાજધાની કિવને સતત નિશાન બનાવી રહ્યું છે, પરંતુ તે આજદિન સુધી કિવને ઘેરી શક્યું નથી. કિવ પ્રશાસને અહેવાલ આપ્યો છે કે, બુધવારે પણ રાજધાની ગોળીબાર અને વિસ્ફોટોથી ધ્રૂજતી રહી હતી. તેમણે કહ્યું કે, એક શોપિંગ મોલ અને ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ બંદરીય શહેર માર્યુપોલ ખંડેર હાલતમાં છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ (President of Ukraine Volodymyr Zelensky) કહ્યું છે કે, મેરીયુપોલ તબાહ થઈ ગયું છે અને 100,000 નાગરિકો પાણી અને જમીન ચારે બાજુથી રશિયન હુમલાઓને કારણે ફસાયેલા છે.

મેરીયુપોલમાં ફસાયેલા લોકો માટે માનવતાવાદી સહાય : મેરીયુપોલમાં ફસાયેલા લોકો માટે માનવતાવાદી સહાય સ્થાપિત કરવા માટે કોરિડોર બનાવવાના પ્રયાસો પણ નિષ્ફળ ગયા છે, કારણ કે રશિયન સૈનિકો પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે. રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિના વડાએ બુધવારે રશિયાની રાજધાની, મોસ્કોની યાત્રા કરી, યુક્રેનિયન યુદ્ધ કેદીઓ, સહાય પ્રદાતાઓ અને અન્ય માનવતાવાદી કાર્ય સાથે સંકળાયેલા લોકોને બચાવવા માટે રશિયન વિદેશ અને સંરક્ષણ મંત્રાલયો સાથે ચર્ચા કરી હતી. બીજી તરફ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અગાઉ નિર્ધારિત ઉદ્દેશ્યો અને યોજનાઓ મુજબ સૈન્ય કાર્યવાહી ચાલુ છે.

રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે બ્રસેલ્સ જશે :US સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકને બુધવારે જણાવ્યું હતું કે, રશિયાએ યુક્રેનમાં યુદ્ધ અપરાધ કર્યા છે અને બાયડન વહીવટીતંત્ર ગુનેગારો સામે કાર્યવાહી કરવા માટે અન્ય લોકો સાથે કામ કરશે. "હાલમાં ઉપલબ્ધ માહિતીના આધારે આજે હું જાહેરાત કરી શકું છું કે, US સરકારે મૂલ્યાંકન કર્યું છે કે રશિયન દળના સભ્યોએ યુક્રેનમાં યુદ્ધ ગુનાઓ કર્યા છે," બ્લિંકને એક નિવેદનમાં જણાવ્યું હતું. નાટો નેતાઓની કટોકટી સમિટમાં હાજરી આપવા માટે તેઓ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે બ્રસેલ્સ જઈ રહ્યા છે. આ મૂલ્યાંકન ગયા મહિને યુક્રેન પર રશિયાના હુમલા પછી જાહેર અને ગુપ્તચર સ્ત્રોતોની "સાવધાનીપૂર્વક સમીક્ષા" પર આધારિત છે. અમેરિકાના ટોચના રાજદ્વારીએ જણાવ્યું હતું કે, US સહયોગી, ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે માહિતી શેર કરશે જેમની જવાબદારી યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપોની તપાસ કરવાની છે.

નાગરિકો પરના મોટા ભાગના હુમલા મેરીયુપોલ થયા :બ્લિંકને જણાવ્યું હતું કે, "અમે અંધાધૂંધ હુમલાઓ અને નાગરિકોને ઇરાદાપૂર્વક નિશાન બનાવવાના તેમજ અન્ય અત્યાચારોના ઘણા વિશ્વસનીય અહેવાલો જોયા છે." રશિયાની સૈન્યએ રહેણાંક ઇમારતો, શાળાઓ, હોસ્પિટલો, જટિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નાગરિક વાહનો, શોપિંગ સેન્ટરો અને એમ્બ્યુલન્સનો નાશ કર્યો છે. હજારો નિર્દોષ લોકોને માર્યા અથવા ઈજાગ્રસ્ત કર્યા છે. તેમણે કહ્યું કે, નાગરિકો પરના મોટા ભાગના હુમલા મેરીયુપોલ અને અન્ય સ્થળોએ થયા છે.

Last Updated : Mar 24, 2022, 9:26 AM IST

ABOUT THE AUTHOR

...view details