કિવઃયુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રશિયાએ યુરોપિયન માનવાધિકાર પરિષદમાંથી ખસી જવાનો નિર્ણય લીધો(Russia's decision to withdraw from the European Human Rights Council) છે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ તેમના ભાવનાત્મક ભાષણમાં કેનેડાને મદદ માટે(Zelensky sought help from Canada) અપીલ કરી છે. બીજી બાજુ, યુએસ પ્રમુખ જો બાયડન યુક્રેન પર રશિયન આક્રમણ અંગે યુરોપિયન નેતાઓ સાથે વાતચીત માટે આવતા અઠવાડીયામાં યુરોપના પ્રવાસે જશે.
યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત : યુએસ પ્રમુખ જો બાયડન ((Biden will travel to Europe to discuss the Ukraine-Russia war) 24 માર્ચે બ્રસેલ્સમાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (નાટો) અને યુરોપિયન નેતાઓ સાથે મુલાકાત કરશે. આ બધાની વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિના એક વરિષ્ઠ સહયોગીનું કહેવું છે કે રશિયાએ સંભવિત ઉકેલ અંગેની વાતચીતમાં પોતાનું વલણ નરમ કર્યું છે. મીડિયા અહેવાલ અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ પોતાનો ચુકાદો આપી શકે (The International Court of Justice will rule on the war) છે.
આ પણ વાંચો:ભારતની મિસાઈલ સિસ્ટમ સુરક્ષિત છે: પાકિસ્તાનમાં પડેલી મિસાઈલ પર રક્ષા પ્રધાન રાજનાથ સિંહ
ફોક્સ ન્યૂઝના ફોટો જર્નાલિસ્ટનું યુક્રેનમાં અવસાન થયું:જ્યારે તે કિવની બહાર અન્ય રિપોર્ટર સાથે મુસાફરી કરી રહ્યો હતો અને તેનું વાહન ગોળીબારની અડફેટમાં આવ્યું હતું. કંપનીએ આ જાણકારી આપી. કંપનીએ કર્મચારીઓને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, વિડીયોગ્રાફર પિયર ઝાકર્ઝેવસ્કી (55), જેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેણે ફોક્સ ન્યૂઝ માટે ઇરાક, અફઘાનિસ્તાન અને સીરિયામાં યુદ્ધોનું પણ કવર કર્યુ હતુ.
આ પણ વાંચો:War 15th Day: આજે યુદ્ધનો 15મો દિવસ, અમેરિકાએ કહ્યું રશિયા કરી શકે છે રાસાયણિક હથિયારોનો ઉપયોગ
રશિયાએ તેનું વલણ નરમ પાડ્યું છેઃ યુક્રેન યુક્રેનિયન રાષ્ટ્રપતિના વરિષ્ઠ સહાયકનું કહેવું છે કે, સંભવિત ઉકેલ અંગેની વાતચીતમાં રશિયાએ તેનું વલણ નરમ પાડ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીના વરિષ્ઠ નાયબ ચીફ ઓફ સ્ટાફ ઇહોર ઝોવકોવાએ જણાવ્યું હતું કે, રશિયન અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત વધુ રચનાત્મક બની છે. તેમણે કહ્યું કે રશિયાએ પોતાનો સૂર બદલ્યો છે અને યુક્રેનને આત્મસમર્પણ કરવાની માંગ કરવાનું બંધ કરી દીધું છે.રશિયા વાટાઘાટોની શરૂઆતમાં આ માંગ (શરણાગતિ) પર આગ્રહ કરતું રહ્યું છે. રશિયન અને યુક્રેનિયન વાટાઘાટકારો વચ્ચેનો વિડિયો કોલ આ મહિને બેલારુસમાં ત્રણ રાઉન્ડની વાટાઘાટો બાદ થયો હતો. ઝોવ્કવાએ કહ્યું કે યુક્રેનિયન પ્રતિનિધિઓને વાટાઘાટો બાદ ઉકેલની થોડી આશા હતી. તેમણે કહ્યું કે મોટી પ્રગતિ કરવા માટે ઝેલેન્સ્કી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મુલાકાત કરવી જરૂરી છે.