ન્યુઝ ડેસ્ક: રશિયા અને યુક્રેન વચ્ચે 12 દિવસ (Russia Ukraine War 12 Day) સુધી ચાલેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વ તણાવમાં છે. બીજી તરફ, રશિયન ગોળીબાર (Russian firing on Ukraine)ના કારણે યુક્રેનના દક્ષિણી શહેરમાંથી લોકોને બહાર કાઢવાના પ્રયાસો બીજી વખત નિષ્ફળ રહ્યા હતા. રશિયન સશસ્ત્ર દળોએ યુક્રેનિયન સૈન્યના લગભગ તમામ લડાઇ-વિમાનોને નષ્ટ (Ukraine Aeroplan collapse) કરી દીધા છે. રશિયન સંરક્ષણ મંત્રાલયના સત્તાવાર પ્રતિનિધિ મેજર જનરલ ઇગોર કોનાશેન્કોવ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી. તે જ સમયે, ગુટેરેસે યુક્રેનમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે યુદ્ધવિરામ (Russia Ukraine Ceasefire)ની હાકલ કરી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયામાં યુદ્ધ વિરોધમાં 4,300થી વધુની અટકાયત કરવામાં આવી છે.
યુએનના વડાનું ટ્વીટ
ગુટેરેસે ટ્વીટ કર્યું, "મારીયુપોલ, ખાર્કિવ અને સુમી તેમજ સંઘર્ષના અન્ય વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર સુનિશ્ચિત કરવા માટે યુક્રેનમાં યુદ્ધવિરામ સ્થાપિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. યુએનના વડાનું આ ટ્વીટ રશિયાના આરોપો વચ્ચે આવ્યું છે કે, આ વિસ્તારોમાં યુક્રેનિયન રાષ્ટ્રવાદીઓ દ્વારા ભારતીયો અને અન્ય વિદેશી નાગરિકોને બંધક બનાવવામાં આવ્યા છે. લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો છે. રશિયન સૈનિકોએ એક સપ્તાહથી મેરિયુપોલ શહેરને ઘેરી લીધું છે. ગૃહ મંત્રાલયના સલાહકાર એન્ટોન ગ્રીશચેન્કોએ જણાવ્યું હતું કે, રશિયન હુમલાને કારણે નિયુક્ત માનવતાવાદી સહાય કોરિડોરમાંથી સ્થળાંતર થઈ શક્યું નથી.
આ પણ વાંચો:પેલેસ્ટાઈનમાં ભારતીય રાજદૂત મુકુલ આર્યનું મૃત્યુ, દૂતાવાસમાંથી મળી લાશ
"ત્યાં કોઈ સુરક્ષિત કોરિડોર હોઈ શકે નહીં, કારણ કે માત્ર રશિયનોનું બીમાર મગજ નક્કી કરે છે કે, ક્યારે અને કોને ગોળી મારવી," તેણે ટેલિગ્રામ પર કહ્યું. નોંધનીય છે કે મારિયુપોલ અને નજીકના શહેર વોલ્નોવાખા માટે સમાન યુદ્ધવિરામ યોજના શનિવારે નિષ્ફળ ગઈ હતી, જ્યારે રશિયન સૈનિકો વધુ તોપમારો કરીને ત્યાં ફસાઈ ગયા હતા. રશિયાએ લગભગ તમામ યુક્રેનિયન ફાઈટર જેટ્સનો નાશ કર્યો હતો.